Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કોર્ટ કામગીરીનો બહિષ્કાર નહીં કરવા યુ.પી.બાર કાઉન્સિલને BCI નો આદેશ : શાહજહાંપુર કોર્ટ પ્રાંગણમાં વકીલની થયેલી હત્યાને કારણે આજ 20 ઓક્ટોબરના રોજ કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો

ન્યુદિલ્હી : શાહજહાંપુર કોર્ટ પ્રાંગણમાં વકીલની થયેલી હત્યાને કારણે આજ 20 ઓક્ટોબરના રોજ કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય યુ.પી.બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો.જેના અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ બહિષ્કાર નહીં કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણમાં જણાવ્યું છે કે આ બાબત સુપ્રીમ કોર્ટ મુજબ ગેરકાયદે ગણવામાં આવી શકે છે. જેથી પ્રશ્નો ઉભા થવાની શક્યતા છે.

ઘટના અંગે પ્રતિભાવ આપતા  BCI એ જણાવ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્ય પૂર્ણ છે પરંતુ કોર્ટ કામગીરીનો બહિષ્કાર ઘટનાનો ઉકેલ નથી.અવાર નવાર હડતાલો પડવાથી કાઉન્સિલ નબળું પડે છે. અને સુપ્રીમ કોર્ટ આ બાબતને ગેરકાયદે ગણે છે.

BCI એ ઉચ્ચ સત્તાવાળાઓ સાથે આવી ઘટનાઓ થતી અટકાવવા કરવાની તથા દેશની તમામ કોર્ટના પ્રાંગણમાં હથિયાર સાથે પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા અંગે ચર્ચા કરવાની ખત્રી આપી હતી. તેમજ મૃતક વકીલના વારસદારોને વળતર અપાવવા પ્રયત્ન કરવાની ખાત્રી આપી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)