Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પત્નીને તલ્લાક આપ્યા પછી પણ બીજા લગ્ન ન થાય ત્યાં સુધી નિભાવ ખર્ચ આપવા મુસ્લિમ પતિ બંધાયેલો છે : પોતાનું ભરણ પોષણ કરવા અક્ષમ હોય તેવી પત્ની જો બીજા લગ્ન ન કરે તો આજીવન નિભાવ ખર્ચ મેળવવા હક્કદાર છે : કર્ણાટક હાઇકોર્ટ

બેંગ્લુરુ : પત્નીને તલ્લાક આપ્યા પછી પણ બીજા લગ્ન ન થાય ત્યાં સુધી નિભાવ ખર્ચ આપવા મુસ્લિમ પતિ બંધાયેલો છે .પોતાનું ભરણ પોષણ કરવા અક્ષમ હોય તેવી પત્ની જો બીજા લગ્ન ન કરે તો આજીવન નિભાવ ખર્ચ મેળવવા હક્કદાર છે .તેવો ચુકાદો તાજેતરમાં કર્ણાટક હાઇકોર્ટે આપ્યો છે.

દંપતીએ માર્ચ 1991 માં લગ્ન કર્યા,હતા.તથા 25 નવેમ્બર, 1991 ના રોજ પતિએ તલાક ઉચ્ચારી છૂટાછેડા લઇ લીધા હતા. પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. જેના થકી તેને એક સંતાન પણ છે. પત્નીએ બીજા લગ્ન કર્યા નહોતા તેમજ પોતે પોતાનું ભરણ પોષણ કરવા અક્ષમ હોવાથી નિભાવ ખર્ચ માંગ્યો હતો. જેના અનુસંધાને કર્ણાટક હાઇકોર્ટે  ઉપરોક્ત ચુકાદો  આપ્યો હતો.તથા પૂર્વ પત્નીને દર મહિને માસિક પાંચ હજાર રૂપિયા નિભાવ ખર્ચ પેટે આપવામાં આવે તેવો પતિને આદેશ કર્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(1:06 pm IST)