Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ફેસબુકનું નામ બદલાશે?:૨૮ મીની બેઠકમાં નિર્ણય

કંપનીની વાર્ષિક કનેકટ કોન્ફરન્સમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસને લગતી કેટલીક મોટી જાહેરાત પણ થઈ શકે છે

નવી દિલ્હી, તા.૨૦: આગામી દિવસોમાં ફેસબુકનું નામ બદલીને કંઈક બીજું કરી નાખવામાં આવશે. કંપની ૨૮ ઓકટોબરે યોજાનારી કંપનીની વાર્ષિક કનેકટ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત થઈ શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ફેસબુકને લઈને સામે આવેલા એક અહેવાલ અનુસાર કંપની ટૂંક સમયમાં જ તેનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. જી હા... તમને જાણીને આઘાત લાગશે કે આગામી દિવસોમાં ફેસબુકનું નામ બદલીને કંઈક બીજું કરી નાખવામાં આવશે. કંપની ૨૮ ઓકટોબરે યોજાનારી કંપનીની વાર્ષિક કનેકટ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત થઈ શકે છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ કોન્ફરન્સમાં કંપની ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસને લગતી કેટલીક મોટી જાહેરાત પણ કરી શકે છે.

ધ વર્જના અહેવાલ અનુસાર, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ આગામી કેટલાક અઠવાડિયામાં ફેસબુક નવા નામની જાહેરાત કરી શકે છે. જોકે, કંપની દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ સમાચાર જાણીને યુઝર્સને આઘાત લાગ્યો છે કારણ કે આજે ફેસબુક દરેકની પહેલી પસંદ બની ગયું છે, દરેકના મુખે છે. આજે ફેસબુકના માધ્યમથી લોકો સાથે કનેકટ રહેવા સહિત ઘણા અપડેટ્સ  પ્રાપ્ત થતા રહે છે. આવી સ્થિતિમાં જો ફેસબુકનું નામ બદલવામાં આવશે, તો યૂઝર્સને ચોક્કસપણે થોડું વિચિત્ર લાગશે.ફેસબુકનું નામ બદલવાનું કારણ સામાન્ય રીતે જોવા જઈએ તો ફેસબુક તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત અથવા તો કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે જુલાઈમાં earning કોલ દરમિયાન જણાવ્યું હતું કે કંપનીનું ભવિષ્ય metaverseમાં છે અને કંપનીએ metaverseમાં ૧૦ હજાર લોકોની નિંમણૂક કરી છે. માર્ક ઝુકરબર્ગ માને છે કે આવનારા સમયમાં લોકો ફેસબુકને માત્ર સોશિયલ મીડિયા કંપની તરીકે જ નહીં, પણ મેટાવર્સ કંપની તરીકે પણ ઓળખાશે.

(2:44 pm IST)