Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કાબુલમાં ભયાનક વિસ્ફોટ : તાલિબાને મૃતકોની જાણકારી આપવાનો કર્યો ઇન્કાર

કાબુલ તા. ૨૦ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત દેહમાજાંગ ચૌકની પાસે આજે સવારે એક જોરદાર વિસ્ફોટ થયો છે.ઙ્ગઆ ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેની જાણકારી હાલ સામે નથી આવી. ત્યારે તાલિબાન પ્રશાસને મૃતકોની સંખ્યા જણાવવાથી હાલમાં ઈનકાર કરી દીધો છે. સમાચાર પત્ર સિન્હુઆ અનુસાર એક સ્થાનીય નિવાસીએ જાણકારી આપતા કહ્યું કે દેહમાજાંગ વિસ્તારમાં સવારે ૭.૫૦ વાગે એક જોરદાર વિસ્ફોટ સંભળાયો અને આ અવાજથી લોકોમાં ભય ફેલાયો. ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ કાર બોમ વિસ્ફોટ થઈ શકે છે. પ્રત્યક્ષદર્શી અનુસાર તાલિબાન સુરક્ષા દળના વાહન વિસ્તાર તરફથી દોડી રહ્યા છે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તાલિબાન દળોને શકય હુમલા વિશે પહેલાથી સતર્ક કર્યા હતા. કેમ કે તેમણે મંગળવારે કાબૂલ શહેરમાં અનેક ચોકીઓની સ્થાપના કરી અને શહેરમાં અલગ અલગ સ્થાનો પર મુખ્ય રસ્તાઓ પરથી પસાર થનારા વાહનોની તપાસ કરી હતી. જો કે તાલિબાન પ્રશાસને આ ઘટના પર કોઈ પણ રીતની જાણકારી આપવાથી ઈનકાર કરી દીધો છે.

ઓગસ્ટના મધ્યમાં તાલિબાનના કબ્જા બાદથી આખા અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ સામાન્ય રુપથી શાંત પરંતુ અનિશ્યિત બનેલા છે. જો કે હાલના અઠવાડિયામાં અનેક અફઘાન પ્રાન્તમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા ઘાતક બોમ હુમલાને આખરી ઓપ અપાયો છે.

(2:45 pm IST)