Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા વ્યકિતના પરિવારને મળવા જતા કોîગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશ સરકારે આગ્રા જતા રોકી દીધા

ભગવાન વાલ્મીકી જયંતિના દિવસે ઉત્તર પ્રદેશ સરકારે તેમના મેસેજ વિરૂદ્ધ કામ કર્યુ ઃ પ્રિયંકા ગાંધીનું ટ્વિટ

આગ્રા: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને યુપી સરકારે આગ્રા જતા રોકી દીધા છે. તે પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને મળવા જઇ રહ્યા હતા, તેને લઇને પ્રિયંકા ગાંધીએ ટ્વીટ પણ કર્યુ હતુ, તેમણે લખ્યુ હતુ કે કોઇને પોલીસ કસ્ટડીમાં માર મારીને મારી નાખવો ક્યાનો ન્યાય છે? આગ્રા પોલીસ કસ્ટડીમાં અરૂણ વાલ્મીકિની મોતની ઘટના નિંદનીય છે. ભગવાન વાલ્મીકિ જયંતીના દિવસે ઉત્તર પ્રદેશ સરકારે તેમના મેસેજ વિરૂદ્ધ કામ કર્યુ છે. જેની ઉચ્ચસ્તરીય તપાસ અને પોલીસકર્મીઓ પર કાર્યવાહી થાય અને પીડિત પરિવારને વળતર મળે.

તાજેતરમાં પ્રિયંકા લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારને મળવા જઇ રહ્યા હતા તો તેમણે રોકીને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા, તે સમયે પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે વગર કોઇ આધારના કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે તે સમયે મારી અટકાયત કરવામાં આવી, હુ સીતાપુર જિલ્લામાં પ્રવાસ કરી રહી હતી જે લખીમપુર ખીરી જિલ્લાની સરહદની નજીક 20 કિલોમીટર દૂર છે. મારી જાણકારીમાં સીતાપુરમાં કલમ 144 લાગુ નહતી. કસ્ટડીમાં રાખ્યા બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જઇને પીડિત પરિવારને મળવાની પરવાનગી આપવામાં આવી હતી.

(5:02 pm IST)