Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વિદેશથી ભારત આવનારા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજીયાતઃ આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ બતાવવો પડશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી નવી ગાઇડલાઇન જાહેર થઇ

નવી દિલ્હી: કોરોના મહામારીનો પ્રકોપ હજુ પૂર્ણ થયો નથી. આ વચ્ચે ભારત સરકારે વિદેશથી આવનારા લોકો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર નવી ગાઇડલાઇન અનુસાર વિદેશથી આવનારા તમામ ટૂરિસ્ટો માટે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ જરૂરી કરી દેવામાં આવ્યુ છે. ગાઇડલાઇન અનુસાર આ ટેસ્ટ રિપોર્ટ યાત્રાના 72 કલાક પહેલાનું હોવુ જોઇએ. ગાઇડલાઇનમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ મુસાફરોએ આ રિપોર્ટની પ્રમાણિકતાને લઇને મેનિફેસ્ટો પણ સબમીટ કરવો પડશે.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,623 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કુલ એક્ટિવ કેસ 1,78,098 છે. જ્યારે આ દરમિયાન 197 દર્દીના મોત બાદ સંક્રમણથી મૃતકોનો આંકડો 3,41,08,996 પર પહોચી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઇ ગઇ છે, જેમાંથી માત્ર 1 લાખ 78 હજાર 98 કેસ એક્ટિવ છે. બીજી તરફ આંકડા અનુસાર કેરળમાં કોરોના વાયરસના 7,643 કેસ અને 77 મોત દર્જ કરવામાં આવી છે.

કુલ કેસ: 3,41,08,996

સક્રિય કેસ: 1,78,098

કુલ રિકવરી: 3,34,78,247

કુલ મોત: 4,52,651

કુલ વેક્સીનેશન: 97,79,47,783

રિકવરી રેટ: 98.15 ટકા

(6:10 pm IST)