Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

" ચલો સુરત " : મુંબઈના હીરાના વ્યાવસાયિકો માટે સુરત હેડક્વાર્ટર બનવા જઇ રહ્યું છે : હીરાની સૌથી મોટા ઉત્પાદક ગણાતી કંપની કિરણ જેમ્સએ પોતાનું મુંબઈ ખાતેનું યુનિટ સુરત ખસેડવાનું નક્કી કર્યું : સુરતના ખજોદ ગામમાં15 માળની ઇમારતમાં 1 લાખ ચોરસ ફૂટથી વધુ જગ્યા ધરાવતા ચાર માળ ખરીદ્યા

મુંબઈ :  વિશ્વના સૌથી મોટા હીરા વેપાર કેન્દ્ર મુંબઈના હીરા ઉદ્યોગમાં ચલો સુરત' શબ્દ ચર્ચાનો વિષય બની ગયું છે. જેના કારણમાં જાણવા મળ્યા મુજબ કુદરતી હીરાનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક અને ભારતના અગ્રણી ડાયમંટેર કિરણ જેમ્સએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે ભારત ડાયમંડ બુર્સ (BDB) માંથી વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સ (SDB) માં સુરતના ખજોદ ગામમાં તેના કાર્યાલયનું મુખ્ય મથક સ્થાનાંતરિત કરવાની જાહેરાત કરી છે.
કિરણ જેમ્સના ચેરમેન વલ્લભ લાખાણીએ એસડીબીમાં 15 માળની ઇમારતના ચાર માળને આવરી લેતી 1 લાખ ચોરસ ફૂટથી વધુ જગ્યાની ઓફિસ સ્પેસ હસ્તગત કરી છે.
SDB ખાતે કિરણ જેમ્સની નવી ઓફિસ સુવિધાનું આંતરિક કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને 2022 માં આગામી દિવાળીના તહેવાર પહેલા તે પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કિરણ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર, માવજી પટેલ, અને દિનેશ લાખાણી અને રાજેશ લાખાણીએ સુરતના ખજોદમાં કિરણ જેમ્સના નવા હેડક્વાર્ટરમાં ચાલી રહેલા આંતરિક અને અન્ય બાંધકામની કામગીરીની દેખરેખ માટે એસડીબીની મુલાકાત લીધી હતી.
કિરણ જેમ્સના જણાવ્યા મુજબ, કિરણ જેમ્સની ઓફિસની મુખ્ય  ડિઝાઇન મનીષ ચોક્સી અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ્સ મેગ્નેટ પ્રોજેક્ટ્સ દ્વારા  ડિઝાઇન અને એક્ઝિક્યુટ કરવામાં આવી રહી છે.

એસડીબી, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં પેન્ટાગોન કરતા મોટું છે, તેમાં એક બીજા સાથે જોડાયેલા નવ આઇકોનિક ઇન્ટર-કનેક્ટેડ ટાવર્સમાં 4,200 થી વધુ ઓફિસનું નિર્માણ કરશે. એસડીબી પાસે 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી ભારતની સૌથી મોટી કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા છે, જે મુંબઈમાં બીડીબી ખાતેના કદ કરતા ત્રણ ગણી છે.
અમે મોટા સંકુલમાં જવા માટે ઉત્સાહિત છીએ જે 2000 થી વધુ હીરા સહાયકો અને 500 વેચાણ અને સહાયક ટીમને સમાવશે. કિરણ જેમ્સના  ડિરેક્ટર માવજી પટેલે જણાવ્યું હતું કે, અમે અમારી સેલ્સ ટીમ, એકાઉન્ટ્સ, હ્યુમન રિસોર્સ અને માર્કેટિંગ ટીમને સંપૂર્ણપણે એસડીબીમાં ખસેડીશું.

પટેલે ઉમેર્યું હતું કે, "અમારા કર્મચારીઓ તેમની કામગીરી શ્રેષ્ઠ રીતે નિભાવી શકે તે માટે તેઓને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરાશે  તેથી કાર્યસ્થળની રચના કિરણ પરિવારના દરેક સભ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
SDB પ્રોજેક્ટની મુખ્ય હાઇલાઇટ્સ

સુરતના ખજોદ ખાતે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટીમાં 66 લાખ ચોરસ ફૂટ જમીન પર SDB પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે.
SDB માં ડાયમન્ટેયર્સની લગભગ 4,200 ઓફિસો છે.
SDB 1.5 લાખ લોકો માટે રોજગારની તકો ઉભી કરશે
એસડીબી 2022 માં ખુલવાની શક્યતા છે.તેવું બી.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:41 pm IST)