Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ત્રણ કૃષિ કાનૂન- કેપ્ટન અમરિંદરસિંહ અને ભાજપની વચ્ચે મિલીભગત:પાર્ટીએ સીએમ પદથી હટાવીને યોગ્ય પગલુ ભર્યુ

કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કેપ્ટન અમરિંદર અને ભાજપ પર આરોપ લગાવ્યો

નવી દિલ્હી : પંજાબના સીએમ પદ પરથી રાજીનામુ આપનારા કેપ્ટન અમરિંદરે મંગળવારે અલગ પાર્ટી બનાવવાનુ એલાન કરી દીધુ. કેપ્ટન અમરિંદરે પોતાની અલગ પાર્ટીનુ ભવિષ્યમાં ભાજપ સાથે ગઠબંધનના સંકેત પણ આપ્યા. એવામાં હવે કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કેપ્ટન અમરિંદર અને ભાજપ પર આરોપ લગાવ્યો છે.

ગૌરવ વલ્લભે કહ્યુ કે એવુ લાગે છે કે ત્રણ કૃષિ કાનૂન કેપ્ટન અમરિંદર અને ભાજપની વચ્ચે મિલીભગતની કરતૂત છે. આ તે ભાજપ છે જે કાળા કિસાન કાનૂન લાવી છે. તેમણે કહ્યુ કે કેપ્ટન પોતાના કાર્યોથી સાબિત કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીએ તેમને સીએમ પદથી હટાવીને યોગ્ય પગલુ ભર્યુ છે.

આ સિવાય ગૌરવ વલ્લભે કાશ્મીરની સ્થિતિ પર પણ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે છેલ્લા બે સપ્તાહમાં 32 નાગરિકના મૃત્યુ થયા છે. 9 સેનાના જવાન શહીદ થયા છે. આ પહેલીવાર છે કે જ્યારે લક્ષિત હત્યાઓ કરવામાં આવી છે. આ પસંદગીયુક્ત હત્યા છે.

ગૌરવ વલ્લભે કહ્યુ કે ગૃહ મંત્રાલય પ્રભારી, હોમ મિનિસ્ટ્રીનુ અત્યાર સુધી કોઈ નિવેદન આવ્યુ નથી. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે ભારત સરકાર, જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિમાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ આગળ કહ્યુ કે જમ્મુ-કાશ્મીરમાં દેશમાં સૌથી વધારે બેરોજગારી દર છે. 370 નાબૂદ કર્યા પછી ભારત સરકારે મૂડી રોકાણ જણાવવું જોઈએ.

(8:05 pm IST)