Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

બંગાળથી સિક્કીમ સુધી સતત વરસાદથી તબાહી

લેન્ડસ્લાઈડના કારણે કેટલાક રોડ બંધ : બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગના પહાડી વિસ્તાર પર લેન્ડસ્લાઈડની ઘટનાઓ સામે આવી

નવી દિલ્હી, તા.૨૦ : દેશના કેટલાક ભાગમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે. ઉત્તરાખંડ, કેરળ બાદ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ સતત થઈ રહેલા વરસાદે મુસીબત કરી છે. સિક્કિમ અને પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિંલિંગમાં લેન્ડસ્લાઈડના કારણે કેટલાક રોડ બંધ થઈ ગયા છે.

બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગના પહાડી વિસ્તાર પર છેલ્લા ૪૫ કલાકથી સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાક સ્થળો પર લેન્ડસ્લાઈડની ઘટનાઓ સામે આવી છે. મહાનદીમાં એનએચ ૫૫ પર ભૂસ્ખલન થયુ છે. સુકના સુધી રસ્તા જામ થઈ ગયા છે. કુરસ્યોંગમાં લેન્ડસ્લાઈડના કારણે ઘરને પણ નુકસાન પહોંચ્યુ છે. ઘટનાના કારણે ઘરે કોઈ હાજર નહોતુ.

કુરસ્યોંગમાં ભૂસ્ખલન બાદ કેટલાક ઘર પર પડવાનુ જોખમ છે. એવામાં પરિવારની પાસેના હોલમાં સ્થળાંતરિત કરી દેવાયા. સતત થઈ રહેલા વરસાદના કારણે અહીંના ગ્રામીણ વિસ્તાર પણ શહેરોથી કપાઈ ગયા છે.

સતત થઈ રહેલા વરસાદથી જલપાઈગુડી પણ પ્રભાવિત છે અને અહીં કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે એટલુ જ નહીં સિક્કિમ તરફ જનારી રસ્તા પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ઉત્તર બંગાળમાં પર્યટકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે રસ્તા બંધ છે, બાગડોગરા એરપોર્ટથી ફ્લાઈટ સંચાલન પણ પ્રભાવિત થઈ છે. અહીં મંગળવારે ૫ ફ્લાઈટ્સ કલકત્તા એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી. પાણી ભરાવાના કારણે રેલ સેવા પણ ઘણી પ્રભાવિત થઈ છે. સ્થાનિક વાહન ઘણા ઓછા છે. પહાડોમાં ફસાયેલા પર્યટકો માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓ અને લેન્ડસ્લાઈડમાં ૪૭ લોકોના મોત નીપજ્યા છે. કેટલાક લોકો લાપતા થઈ ગયા છે. નૈનીતાલનો સંપર્ક બાકી રાજ્યમાંથી કપાઈ ગયો છે. લેન્ડસ્લાઈડના કારણે શહેરના તમામ બાહરી રોડ બંધ છે. આ સિવાય વિજળી, ઈન્ટરનેટ અને ટેલિકોમ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અહીં રેસ્ક્યુ માટે એરફોર્સે હેલિકોપ્ટર્સ તૈનાત કર્યા છે

(8:57 pm IST)