Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

નકલી SC સર્ટિફિકેટના આધારે 5 સાંસદ લોકસભામાં ચૂંટાયા પૂર્વ મુખ્યમંત્રીના દાવાથી મોટો ખળભળાટ : નામ પણ આપ્યા

બે સાંસદ ભાજપના એક કોંગ્રેસના એક ટીએમસી અને 1 અપક્ષ ચૂંટાયા :બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને HAM પાર્ટીના ચીફ જીતનરામ માંઝીનો મોટો આરોપ

નવી દિલ્હી : બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને HAM પાર્ટીના ચીફ જીતનરામ માંઝીએ એક મોટો આરોપ લગાવતા કહ્યું કે એક કેન્દ્રીય મંત્રી સહિત પાંચ સાંસદ અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત બેઠક પરથી નકલી પ્રમાણપત્ર પર લોકસભામાં ચૂંટાયા છે. તેમણે તપાસની પણ માગ કરી છે.

પાર્ટીની બેઠકમા જીતનરામ માંઝીએ જે સાંસદો પર આરોપ લગાવ્યો છે તેમાં કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ જે શિવાચાર્ય મહાસ્વામીજી (બન્ને ભાજપ સાંસદ), તે ઉપરાંત કોંગ્રેસ સાંસદ મોહમ્મદ સાદિક, ટીએમસીના અપરુપા પોદ્દાર અને અપક્ષ સાંસદ નવનીત રવિ રાણાનું નામ સામેલ છે

માંઝીના આરોપો અંગે  સાંસદો તરફથી કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ તેમાંથી મોટાભાગના એ આરોપોને નકારી ચૂક્યા છે. બઘેલના સાથીઓએ જણાવ્યું હતું કે તેમની જાતિને ઉત્તર પ્રદેશમાં એસસી તરીકે સૂચિત કરવામાં આવે છે જ્યાંથી તેઓ ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે રાણાનું જાતિ પ્રમાણપત્ર રદ કર્યું હતું પરંતુ સુપ્રીમ કોર્ટતરફથી રાહત મળી હતી, જેણે જૂનમાં હાઈકોર્ટના ચુકાદા પર રોક રાખી હતી.‎

‎અંગે વાત કરતાં જીતન રામ માંઝીએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભલે કાશ્મીરમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહી હોય પરંતુ પરિણામો દેખાતા નથી. તેમણે ત્યાં આતંકવાદીઓ વતી ગરીબ સ્થળાંતરકરનારાઓની હત્યા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ બિહારના ચાર મજૂરોને પણ આતંકવાદીઓએ મારી નાખ્યા હતા

(10:52 pm IST)