Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોના વોરિયર્સના સંતાનો માટે MBBS માં ૫ સીટો હશે રિઝર્વ- સ્વાસ્થ્ય મંત્રીની જાહેરાત

મેરિટના આધાર પર તેમનું નામાંકન કરવામાં આવશે.

નવી દિલ્હી,દેશમાં કોરોના વાયરસથી અગ્રિમ પંક્તિ પર લડી રહેલા કોરોના વોરિયર્સ માટે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે બેચરલ ઓફ મેડિસિન એન્ડ બેચરલ ઓફ સર્જરી એટલે કે એમબીબીએસમાં કોરોના વોરિયર્સના સંતાનો માટે પાંચ સીટો રિઝર્વ રહેશે.

 સરકારી સમાચાર સેવા પ્રસાર ભારતી અનુસાર સ્વાસ્થ્ય મંત્રીએ એવું પણ જણાવ્યું કે કયા લોકો કોરોના વોરિયર્સના દાયરામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એવી પણ જાહેરાત કરી છે કે મેડિકલ કોલેજમાં એમબીબીએસ સીટોમાં ૫ સીટ કોરોના વોરિયર્સના બાળકો માટે અનામત રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોરોના વોરિયર એ છે જેઓ જમીન પર કામ કરનારા આશા વર્કર્સ અને હૉસ્પિટલમાં કામ કરનારી નર્સ કે ડૉક્ટર છે. તેમના સંતાનો માટે રાષ્ટ્રોય કોટામાં ૫ સીટ અનામત રાખવામાં આવી છે. મેરિટના આધાર પર તેમનું નામાંકન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય પૂલ એમબીબીએસ/ બીડીએસ સીટો હેઠળ ૨૦૨૦-૨૧ માટે વોર્ડ ઓફ કોવિડ વોરિયર્સના ઉમેદવારોની પસંદગી અને નામાંકન માટે નવી શ્રેણીને મંજૂરી આપી દીધી છે.

(8:42 am IST)