Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

શરમજનક ઘટના! મહિલાને ડાકણ ગણાવીને માર્યો ઢોર મારઃ સાસરીયા લોકોએ બજાર વચ્ચે મહિલાને કરી નિર્વસ્ત્ર

ચુરૂ,તા.૨૦: : રાજસ્થાનમાં આઠ વર્ષ પહેલા લગ્ન કરીને આવેલી એક મહિલાને સાસરીના લોકોએ ડાકણ ગણાવીને તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ગામના બજારમાં તેના કપડા ઉતારી દીધા હતા. પીડિત મહિલાએ હવે ન્યાય માટે મહિલા સુરક્ષા એવં સલાહ કેન્દ્રમાં અપીલ કરી છે. મહિલાનો આરોપ છે કે તે ઉપર ડાકણ થપ્પો લગાવીને તેને ચારિત્ર ઉપર કીચડ ઉછાળવામાં આવ્યું હતું. સાસરીના લોકોએ ગામ અને બજારમાં તેના કપડા ઉતારી દીધા હતા.

ચુરુ જિલ્લાની ૨૫ વર્ષની આ મહિલાનો આરોપ છે કે સાસરી પક્ષના લોકોએ તેને ડાકણ અને બદચલન કહીને તેના ખાવા-પીવાનું બંધ કરાવી દીધું હતું. પીડિતા અનુસાર જો કોઈ તેની મદદ કરવા આગળ આવે તો તે પરિવાર અને ગામના લોકોને તેને ધમકી આપતા હતા. મદદ કરનાર લોકોને બદનામ કરીને મદદને પણ બંધ કરાવતા હતા.

પીડિત મહિલા હવે ચુરુના મહિલા સુરભા અને સલાહ કેન્દ્ર પહોંચી છે. મહિલા સુરક્ષા અને સલાહ કેન્દ્રની કાઉન્સિલરે જણાવ્યું કે આ મામલે જિલ્લાના રતનગઢ પોલીસ સ્ટેશનના એક ગામનો છે. પીડિત મહિલાના લગ્ન ૮ વર્ષ પહેલા થયા હતા. પાંચ મહિના પહેલા મહિલા પોતાની બાળકી સાથે પોતાના પીયર ગી હતી.

જયારે તે પરત આવી તો તેને ડાકણ ગણાવીને મારપીટ કરી અને તેને ઘરમાંથી બહાર હાંકી કાઢી હતી. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરી પક્ષના લોકોની પહોંચના કારણે તેમના વિરુદ્ઘ કોઈ કાર્યવાહી થતી ન હતી.

પીડિતાનું કહેવું છે કે એક વાર પોલીસે પોતાની ઉપસ્થિતિમાં તેને ઘરમાં દાખલ કરાવી હતી. પરંતુ ઘરના જે ભાગમાં મહિલાને રાખવામાં આવી તે ભાગમાં કોઈપણ પ્રકારની સુવિધા ન હતી.

સાસરી પક્ષના લોકોને જયારે ઈચ્છા થાય ત્યારે તેઓ ગામના લોકોને ભડકાવીને તેના ઘરમાં પથ્થરમારો કરાવતા હતા. મહિલા સુરક્ષા અને સલાહ કેન્દ્ર આખી ઘટનાની તપાસ કરવાનું શરુ કર્યું છે.

(9:47 am IST)