Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ઓબામા માત્ર પુસ્તકો લખીને જ કરે છે અબજોની કમાણી!

વોશિંગ્ટન,તા. ૨૦: સત્તા પરથી ઉતર્યા બાદ પણ અમેરિકાના કેટલાક પ્રમુખોની લોકપ્રિયતા જરાય ઓછી નથી થતી. તેમાંય બરાક ઓબામા આજે પણ અમેરિકન્સના સૌથી માનીતા નેતામાંના એક છે. અમેરિકાએ અત્યારસુધી ત્રણ પુસ્તકો પણ લખ્યા છે, અને તેમના ત્રીજા પુસ્તકમાં તો ભારત વિશે પણ અનેક ઉલ્લેખો છે.

ઓબામાના લેટેસ્ટ પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડની અમેરિકા અને કેનેડામાં માત્ર ૨૪ કલાકમાં ૮,૯૦,૦૦૦ કોપી વેચાઈ ચૂકી છે, અને આ સાથે જ પુસ્તક આધુનિક ઈતિહાસમાં કોઈ પૂર્વ પ્રમુખ દ્વારા લખાયું હોય તેવું રેકોર્ડબ્રેક વેચાણ ધરાવતું પુસ્તક બની ગયું છે.

ઓબામાના આ પુસ્તકનું પ્રકાશન પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે. પબ્લિશરના જણાવ્યા અનુસાર, બે વર્ષ પહેલા મિશેલ ઓબામાએ લખેલા પુસ્તક 'બિકમિંગ'ની દુનિયાભરમાં ૧.૪ કરોડથી પણ વધુ નકલો વેચાઈ હતી.

ઓબામાએ અગાઉ 'ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર' અને શ્નઠ્ઠ ઓડાસિટી ઓફ હોપ' નામના બે પુસ્તક લખ્યા છે, જેમની અનુક્રમે ૩૦.૩ લાખ અને ૪૦.૩ લાખ કોપી વેચાઈ ચૂકી છે. આ આંકડો જ બતાવે છે કે તેનાથી પેગ્વિન અને પુસ્તક લખનારા ઓબામા પતિ-પત્નીને કેટલો મોટો આર્થિક લાભ થયો હશે.

મિસ્ટર એન્ડ મિસિસ ઓબામાની સાથે પેંગ્વિન દ્વારા ૨૦૧૭માં ૬૫ મિલિયન ડોલર (ભારતીય રુપિયા પ્રમાણે આશરે ૪૮૨ કરોડ રુપિયા કમાયા છે.) આ અગાઉ બિલ કિલ્ટન્ટનને તેમના પુસ્તક માય લાઈફ બદલ ૧૫ મિલિયન ડોલર અપાયા હતા. હિલેરી કિલન્ટન દ્વારા હાર્ડ ચોઈસ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જેના બદલ તેમને ૧૪ મિલિયન ડોલર ચૂકવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોઈ વ્યકિત વધુમાં વધુ બે ટર્મ એટલે કે ૮ વર્ષ માટે જ પ્રમુખ રહી શકે છે. ત્યારબાદ તેણે ખુરશી છોડી દેવાની રહે છે. આ સિવાય તેઓ બીજે કયાંય પણ પોતાની સેવા નથી આપી શકતા. તેમને મોટાભાગે નિવૃત્ત્। કહી શકાય તેવું જીવન ગાળવાનું રહે છે.

(9:45 am IST)