Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતો લાલઘુમઃ દિલ્હી કૂચ કરશેઃ ૨૬મીથી ઉગ્ર દેખાવો

અનિશ્ચિત મુદત સુધીના ધરણા તથા દેખાવો કરવા રણનીતિ

નવી દિલ્હી, તા. ૨૦ :. દેશના અલગ અલગ ખેડૂત સંગઠનના નેતાઓએ એવુ એલાન કર્યુ છે કે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા કૃષિ કાનૂનના વિરોધમાં ૨૬મી નવેમ્બરથી દિલ્હીમાં અનિશ્ચિત મુદતના ધરણા અને દેખાવો કરવામાં આવશે. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે જો તેઓને દિલ્હીમાં ઘુસવા નહિ દેવાય તો દિલ્હી જતા માર્ગોને જામ કરી દેવામાં આવશે.

દેખાવોની આગેવાની માટે ચંદીગઢમાં ૫૦૦ કિશાન યુનિયનો તરફથી એક સંયુકત કિશાન મોરચો રચવામાં આવ્યો હતો. જ્યાં સુધી માંગણી પુરી નહિ થાય ત્યાં સુધી ખેડૂતો સંસદની બહાર દેખાવો કરશે. ખેડૂતોનુ કહેવુ છે કે મંજુરી મળે કે નહિ મળે અમે સંસદ પહોંચશું.

ભારતીય કિશાન યુનિયનના નેતાઓનું કહેવુ છે કે દેખાવો કેટલા લાંબા ચાલશે ? તે અમે નથી જાણતા પણ ખેડૂતો ૩ થી ૪ મહિના સુધી રોકાવાની વ્યવસ્થા કરી રહ્યા છે. ખેડૂતો પોતાના ટ્રેકટર અને ટ્રોલી લઈને દિલ્હી કૂચ કરશે.

(10:03 am IST)