Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનીંગ નથી : વિજયભાઇ રૂપાણી

અમદાવાદમાં શનિવાર અને રવિવારે ફકર્યુ માત્ર તકેદારીના ભાગ રૂપે લગાવાયું

ગાંધીનગર, તા. ર૦ : અમદાવાદમાં ૫૭ કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનિંગ નથી.

ગુજરાતમાં લોકડાઉન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, કોરોનાનું સંક્રમણ રાજયમાં વધ્યુ છે, ગુજરાતમાં લોકડાઉન નહી થાય, આ વિકેન્ડ કરફ્યુ છે. સાથે જ મુખ્યમંત્રીએ રાજયમાં લોકડાઉન લગાવવાની વાતને અફવા ગણાવી હતી. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કરફ્યૂ માત્ર તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યુ છે.

રાજય સરકારે શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધી એમ સળંગ ૫૭ કલાક માટે અમદાવાદમાં કરફ્યુ લાદવાની જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે રાત્રે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ પડશે. આમ હવે વીકેન્ડ કરફ્યુ પછી રાત્રે નવ વાગ્યાથી  સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ મુજબ કરફ્યુનો અમલ જારી રહેશે.

(11:44 am IST)