Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આજ રાતથી ST બસ અમદાવાદ નહીં આવે: બે દિવસ એસટી બસ સેવા પર પ્રતિબંધ લાગુ

રાત્રે 9 વાગ્યાથી એસટીના પ્રવેશ પર પ્રતિબંધ :બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પર ડાયવર્ડ કરાશે.

અમદાવાદમાં 2 દિવસ રહેશે કર્ફ્યૂ જેને પગલે આજ રાત્રેથી એસટી સેવા બંધ. શનિ-રવિ 2 દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. સોમવાર સવારે 6 વાગ્યા સુધી એસટી સેવા બંધ રહેશે. આજે રાત્રે 9 વાગ્યાથી એસટીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં બે દિવસ સંપૂર્ણ કરફ્યું રહેશે. બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પર ડાયવર્ડ કરાશે.

(10:59 am IST)