Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે કુલ રૂ. ૪૭,૨૬૫ કરોડનું મૂડીરોકાણ મેળવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્કાને પૂર્ણ કર્યો છે.

RRVL એ વિશ્વના અગ્રણી મૂડીરોકાણકારો પાસેથી કુલ રૂ. ૪૭,૨૬૫ કરોડનું રોકાણ મેળવ્યું છે અને નાણાકીય ભાગીદારોને ૬૯,૨૭,૮૧,૨૩૪ ઇકિવટી શેર ફાળવ્યા છે. ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ મુજબ ઇકિવટી હિસ્સેદારો છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેકટર કુમારી ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, 'RRVLમાં મજબૂત અને પ્રતિષ્ઠિત ભાગીદારોને આવકારતાં અમે ગર્વ અનુભવીએ છીએ. અમારા બિઝનેસમાં અભૂતપૂર્વ રસ દાખવનારા રોકાણકારો પ્રત્યે અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ અને તેમના અનુભવ અને વૈશ્વિક પહોંચનો ફાયદો મેળવવા માટે અમે પ્રયાસ કરીશું. ન્યૂ કોમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે લાખો વેપારીઓ અને સુક્ષ્મ, નાના તથા મધ્યમ કદના વેપારને સશકત બનાવીને ભારતીય રિટેલ સેકટરમાં પરિવર્તન લાવનારી ભૂમિકા નિભાવવા માટે પ્રતિબદ્ઘ છીએ.'

મોર્ગન સ્ટેન્લી RRVL તરફે નાણાકીય સલાહકાર હતા અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા. BofA સિકયુરિટીઝ વધારાના નાણાકીય સલાહકાર હતા અને પ્રક્રિયાઓ ઉપરાંત ટ્રાન્જેકશન સ્ટ્રકચરિંગ માટે સલાહ આપી હતી.

(12:53 pm IST)