Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ઇન્ટાગ્રામ 'ગાઇડ્સ' હવે બધા માટે ઉપલબ્ધ

નવી દિલ્હી : ઇન્ટાગ્રામ 'ગાઇડ્સ' ફીચર્સ હવે બધા માટે ઉપલબ્ધ છે. આ ફીચર્સ મુળ રૂપમાં લોકડાઉન દરમિયાન મે માસમાં રીલીઝ થયુ હતુ. ત્યારે કંપનીએ તેને વિશેષજ્ઞો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે સીમીત રાખેલ. પરંતુ હવે મોટો ફેરફાર કરી બધા માટે ઉપલબ્ધ બનાવી દીધુ છે.કોવિડ-૧૯ દરમિયાન શું ધ્યાન રાખવુ, બીજા સાથે કઇ રીતે સંપર્કો બનાવી રખવા, દુઃખદ અવસાન અને વ્યાકુળતાના બનાવોમાં કઇ રીતે સંભાળ લેવી વગેરે બાબતોનું માર્ગદર્શન આ આ ગાઇડ્સ દ્વારા મળી રહે છે.ગાઇડ્સ ફિચર્સની ખાસીયત એ છે કે તેને હાઇપરલીંકના માધ્યમથી મેળવી શકાય છે અને વેબ માધ્યમથી પણ સર્ચ કરી શકાય છે. પોષ્ટ અને સ્ટોરીથી હટીને ગાઇડ્સનું ફોરમેટ બ્લોગ ફોર્મને મળતુ આવે છે. તેના માધ્યમથી દરેક પ્રકારના કન્ટેન્ટ શેર કરવા ખુબ આસાન રહે છે.ઇન્સ્ટાગ્રામ યુઝર જે પ્રોડકટ ગાઇડ તૈયર કરશે તેને ઇન્સ્ટાગ્રામ શોપ પર પણ ઉપલબ્ધ કરાવાશે. જેથી યુઝર તેમની પ્રોડકટ પણ નિહાળી શકે. જો કે ફોલો નહીં કરી શકે.

(3:36 pm IST)