Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ન્યુયોર્કમાં સ્કોટલેન્ડના લેખક ડગ્લાસ સ્ટુઅર્ટને તેમના પહેલા ઉપન્યાસ ''શગીબેન'' માટે વર્ષ ર૦ર૦ નો બુકર પુરસ્કાર અર્પણ

લંડન: ન્યૂયોર્કમાં વસેલા સ્કોટલેન્ડના લેખક ડગ્લાસ સ્ટુઅર્ટને ગુરુવારે તેમના પહેલા ઉપન્યાસ શગી બેન માટે વર્ષ 2020નો બૂકર પુરસ્કાર મળ્યો છે. ડગ્લાસના ઉપન્યાસ 'શગી બેન'ની વાર્તા ગ્લાસગોના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. અત્રે જણાવવાનું કે દુબઈમાં વસેલા ભારતીય મૂળના લેખિકા અવની દોશીનો પહેલો ઉપન્યાસ, બર્નંટ શુગર પણ શ્રેણીમાં નોમિનેટ હતો. કુલ 6 લોકોના ઉપન્યાસ કેટેગરીમાં નોમિનેટેડ હતા

બૂકર પ્રાઈઝ જીતવા પર સ્ટુઅર્ટે કહ્યું કે, 'મને વિશ્વાસ નથી થતો. શગી એક કાલ્પનિક બૂક છે પરંતુ પુસ્તક લખવું મારા માટે ખુબ સ્વાસ્થવર્ધક રહ્યું.' તેમણે કહ્યું કે પુસ્તક મારી માતાને સમર્પિત કરી છે. જ્યારે તેમની માતાનું વધુ દારૂના સેવનથી મૃત્યુ થયું ત્યારે 44 વર્ષના લેખક માત્ર 16 વર્ષના હતા. રોયલ કોલેજ ઓફ આર્ટ ઈન લંડનથી સ્નાતક થયા બાદ સ્ટુઅર્ટ ફેશન ડિઝાઈનિંગના ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ન્યૂયોર્ક આવ્યા હતા

કોરોના વાયરસના કારણે બૂકર પ્રાઈઝ સમારોહ 2020 લંડનના રાઉન્ડ હાઉસથી પ્રસારિત કરાયો હતો. તમામ 6 નોમિનેટેડ લેખક એક વિશેષ સ્ક્રીન દ્વારા સમારોહમાં સામેલ થયા હતા. અવસરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ બૂકર પુરસ્કાર પ્રાપ્ત ઉપન્યાસો પર પોતાના વિચાર રજુ કર્યા હતાં.

(5:27 pm IST)