Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આગામી 3 વર્ષમાં 1,000 LNG સ્ટેશન ઉભા કરાશે : પ્રથમ તબક્કામાં ગુજરાતમાં સૌથી વધુ 10 સ્ટેશન થશે

તમામ હાઈવે પર 200થી 300 કિલોમીટરના અંતરમાં એક LNG સ્ટેશન શરુ કરાશે

નવી દિલ્હી : હવે તમામ હાઈવે પર 200થી 300 કિલોમીટરના અંતરમાં એક LNG સ્ટેશન શરુ કરવામાં આવશે. પ્રથમ એક વર્ષમાં 50 જેટલા LNG સ્ટેશન ગોલ્ડન ક્વાર્ડિલેટરલ હાઈવે પર લગાવવામાં આવશે. ગોલ્ડન ક્વોર્ડિલેટરલ હાઈવે પર ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તાને જોડે છે. આવનારા સમયમાં ગોલ્ડન ક્વોર્ડિલેટરલ અને મુખ્ય હાઈવે માર્ગો પર પ્રત્યેક 200-300 કિલોમીટરમાં એક LNG સ્ટેશન હશે. LNG ડિઝલના પ્રમાણમાં 30-40 ટકા સસ્તુ હશે, આમ પરિવહન અને અન્ય સેક્ટરને પણ આના ઉપયોગથી લોજિસ્ટીક ખર્ચ પણ ઘટી જશે. આમ મોંઘવારીને પણ અંકુશમાં રાખવાના પ્રયાસોને પણ મદદ મળી રહેશે

પેટ્રોલીયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે નોટીસ જારી કરીને આ અંગે જાણકારી આપી છે. કોઈ પણ કંપની અથવા લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG સ્ટેશનને ખોલી શકે છે. આ માટે કોઈપણ પ્રકારના સિટી ગેસ વિતરણ લાઈસન્સ અથવા અન્ય લાઈસન્સની આવશ્યકતા નહીં રહે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ એક્ટ ફક્ત અધિકૃત કંપનીને જ LNG સ્ટેશન શરુ કરવા માટે મંજૂરી આપવાનો કોઈ પ્રાવધાન નથી. પીએનજીઆરબીએ કહ્યુ હતુ કે, એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિ અથવા કંપની કોઈ પણ જગ્યાએ એલએનજી સ્ટેશન શરુ કરી શકે છે.

(12:31 am IST)