Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

NEET બાદ RTGS સેવા ૨૪*૭ થતાં બેંકોએ પણ હવે બેલેન્સ જાળવવું પડશે

ડિસેમ્બરથી RTGS સપ્તાહના સાતેય દિવસ ૨૪ કલાક કરાશે : શનિવાર તથા જાહેર રજાના દિવસોમાં અંદાજના આધારે વધુ બેલેન્સ પડશે

મુંબઇ,તા. ૨૧: બેકિંગ સિસ્ટમમાં ઝડપથી ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે. ગત વર્ષે NEFT સેવા ર૪*૭ કર્યા બાદ હવે તંત્ર ર૧૯૫ સેવા ૨૪*૭ કરવા જઈ રહ્યું છે. આ તબક્કે બેંકોએ પણ બેલેન્સ જાળવણીમાં વધુ સતર્ક રહેવું પડશે.

બેકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓ મુજબ, હાલમાં આરટીજીએસ સેવા બંેક કામકાજના દિવસ દરમિયાન સવારે ૭-૦૦થી સાંજે ૬-૦૦ સુધી થઈ શકે છે. જે સમય મર્યાદામાં ર્ી સમય વધુ છૂટ અપાઈ હતી. જયારે આરબીઆઈ દ્વારા અગાઉ આપવામાં આવેલા સંકેત પ્રમાણે, ડિસેમ્બર ૨૦૨૦થી આરટીજીએસ સેવા ર૪*૭ના ધોરણે કાર્યરત થવા જઈ  રહી છે. આ સિસ્ટમ અમલી થયા બાદ  બેંકોએ વધુ સતર્ક બનવું પડશે. બેલેન્સ જાળવણી મુદ્દે વધુ ચોકસાઈ રાખવી  પડશે. જાણકારો મુજબ, વધુ બેલેન્સ  રાખવા સાથે બેંકોએ વ્યાજ જેવા  લાભમાં સહન કરવુ પડી શકે છે.

આ અંગે બેકિંગ ક્ષેત્રના તજશ ડો.  જતીન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં  કાર્યરત તમામ સિસ્ટમ હેઠળ બેંકો  ચોકસાઇ દાખવી જ રહી છે. એનઇ  એફટી સહિતની સેવા ર૪ કલાક  કાર્યરત રહેતા તે મુજબ જાળવણી કરી  રહી છે. આરટીજીએસ સેવા ર૪  કલાક કાર્યરત થતાં તે મુજબના મોટા  આર્થિક વ્યવહારોને કેન્દ્રમાં રાખી બેલેન્સ જાળવણી મુદ્દે વધુ ચોકસાઈ રાખવી પડશે.

બેકિંગ ક્ષેત્રના નિષ્ણાત કે.ટી. વાડિયાએ જશાવ્યું હતું કે, રોજિંદા બેંક કિલયરિંગ ઉપરાંત એનઇએફટી તથા આરટીજીએસ વ્યવહારો માટે પણ બેંકોએ બેલેન્સ જાળવણીમાં તકેદારી રાખવી પડશે. ખાસ કરીને રજાના દિવસોમાં પણ આવશ્યક બેલેન્સનો અંદાજ રાખી તે મુજબની બેલેન્સ સખવી પડશે. હાલમાં રૂપિયા ર લાખ સુધીના વ્યવહારો માટે એનઈએફટીનો ઉપયોગ કરવામાં આવે છે, જયારે તેનાથી વ્યુ રકમના વ્યવહારો માટે આરટીજીએસ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે.

(9:39 am IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST