Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

દેશના ઘણા શહેરોમાં કોરોનાની નવી લહેર

દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી થઇ ગઇ હોય પરંતુ રાજધાની દિલ્હીમાં રફતાર બેકાબૂ બની ગઇ

નવી દિલ્હી તા. ૨૧ : દેશના અન્ય રાજયોમાં પણ કોરોના વાયરસની આગામી લહેર પર નિયંત્રણ મેળવવામાં ભરપૂર પ્રયત્નો શરૂ થઇ ગયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઇટ કરફયૂ લગાવવામાં આવશે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઇ વિમાન અને રેલ સેવા રોકવા પર વિચાર કરી રહી છે.

કોરોના વાયરસના વધતા જતા કેસને જોતાં હરિયાણામાં ૩૦ નવેમ્બર સુધી તમામ સ્કૂલ-કોલેજો  બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોને પણ સ્કૂલ જવા પર પ્રતિબંધ રહેશે. મુંબઇમાં બીએમસીએ પણ ૩૧ ડિસેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી થઇ ગઇ હોય પરંતુ રાજધાની દિલ્હીમાં રફતાર બેકાબૂ બની ગઇ છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોનો આંકડો ૯૦ લાખને પાર થઇ ચૂકયો છે. ગુરૂવારે ભારતમાં કોરોનાના ૪૫ હજાર ૮૮૨ કેસ સામે આવ્યા. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૯૦ લાખ ૪ હજાર ૩૬૫ થઇ ગઇ. જયારે ગુરૂવારે કોરોનાથી ૫૮૪ લોકોના મોત થઇ ગયા.

કોરોના વાયરસથી મોતને ભેટનાર લોકોની સંખ્યા ૧ લાખ ૩૨ હજાર ૧૬૨ થઇ ચૂકી છે અને એકિટવ કેસની સંખ્યા ૪ લાખ ૪૩ હજાર ૭૯૪ થઇ ગઇ છે. દેશમાં કોરોનાથી ૮૪ લાખ ૨૮ હજાર ૪૦૯ લોકો સાજા થઇ ચૂકયા છે.

ICMR ના અનુસાર ભારતમાં અત્યાર સુધી ૧૨,૯૫,૯૧,૭૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ફકત ગુરૂવારે જ ૧૦ લાખ ૮૩ હજાર ૩૯૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોરોનાને લઇને દિલ્હીનું ચિત્ર એકદમ અલગ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં શુક્રવારે આવેલા આંકડામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે.

દિલ્હીમાં શુક્રવારે ૬ હજાર ૬૦૮ નવા કેસ સામે આવ્યા. જેથી કોરોના સંક્રમિતોની સંખ્યા હવે ૫ લાખ ૧૭ હજાર ૨૩૮ થઇ ચૂકી છે. ગત ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાથી ૧૧૮ લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી ૮ હજાર ૧૫૯ લોકોના મોત થયા છે. 

જોકે દિલ્હીમાં ગત ૨૪ કલાકમાં ૮ હજાર ૭૭૫ લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. જેથી સાજા થનારાઓનો કુલ આંકડો ૪ લાખ ૬૮ હજાર ૧૪૩ પહોંચી ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના ૪૦ હજાર ૯૩૫ એકિટવ કેસ છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં નવા કેસ

દિલ્હી        :    ૬,૬૦૮

કેરળ         :    ૬,૦૨૮

મહારાષ્ટ્ર     :    ૫,૬૪૦

પ. બંગાળ   :    ૩,૬૨૬

હરિયાણા     :    ૩,૧૦૪

ઉત્તરપ્રદેશ   :    ૨,૮૫૮

રાજસ્થાન    :    ૨,૭૬૨

છત્તીસગઢ   :    ૧,૮૪૨

કર્ણાટક       :    ૧,૭૮૧

તેલંગાણા    :    ૧,૬૮૮

મધ્યપ્રદેશ   :    ૧,૫૨૮

ગુજરાત     :    ૧,૪૨૦

આંધ્રપ્રદેશ   :    ૧,૧૨૧

બેંગ્લોર      :    ૧,૦૬૭

મુંબઇ        :    ૧,૦૩૧

તેલંગાણા    :    ૮૯૪

પંજાબ       :    ૮૧૮

ઓડિશા      :    ૭૫૭

પુણે          :    ૭૪૮

જમ્મુ કાશ્મીર :    ૬૬૧

હિમાચલ પ્રદેશ   :       ૫૮૮

જયપુર      :    ૫૧૪

ઉત્તરાખંડ    :    ૫૧૨

બિહાર       :    ૪૯૫

ચેન્નાઈ       :    ૪૮૯

મણિપુર      :    ૨૦૦

ઝારખંડ      :    ૧૮૫

મેઘાલય     :    ૧૭૩

આસામ      :    ૧૬૪

ગોવા        :    ૧૫૨

ચંડીગઢ      :    ૧૫૦

નાગાલેન્ડ    :    ૧૪૮

લદાખ       :    ૭૦

પુડ્ડુચેરી      :    ૫૨

અમેરિકામાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ : ૨૪ કલાકમાં બે લાખથી વધુ કેસ નોંધાયાઃ ભારત બીજા નંબરે ૪૬ હજારથી વધુ કેસ : ઇટલી અને બ્રાઝિલ ૩૭૦૦૦ કેસ સાથે ત્રીજા અને ચોથા નંબરે

અમેરીકા        :    ૨,૦૧,૦૮૩ નવા કેસ

ભારત          :    ૪૬,૨૩૨ નવા કેસ

ઇટાલી          :    ૩૭,૨૪૨ નવા કેસ

બ્રાઝિલ         :    ૩૭,૦૭૫ નવા કેસ

રશિયા         :    ૨૪,૩૧૮ નવા કેસ

જર્મની         :    ૨૩,૪૫૦ નવા કેસ

ફ્રાન્સ           :    ૨૨,૮૮૨ નવા કેસ

ઇંગ્લેંડ          :    ૨૦,૨૫૨ નવા કેસ

કેનેડા           :    ૪,૯૬૫ નવા કેસ

સ્વિટ્ઝર્લેન્ડ     :    ૪,૯૪૬ નવા કેસ

જાપાન         :    ૨,૩૦૧ નવા કેસ

યુએઈ          :    ૧,૨૬૯ નવા કેસ

દક્ષિણ કોરિયા  :    ૩૬૩ નવા કેસ

 હોંગકોંગ       :    ૨૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૮ નવા કેસ

ન્યુઝીલેન્ડ      :    ૩ નવા કેસ

ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસો      :    ૪૬,૨૩૨

નવા મૃત્યુ      :    ૫૬૪

સાજા થયા     :    ૪૯,૭૧૫

પોઝીટીવીટી રેટ     :    ૪.૩૩%

કુલ કોરોના કેસો    :    ૯૦,૫૦,૫૯૮

એકટીવ કેસો   :    ૪,૩૯,૭૪૭

કુલ સાજા થયા :    ૮૪,૭૮,૧૨૪

કુલ મૃત્યુ       :    ૧,૩૨,૭૨૬

૨૪ કલાકમાં ટેસ્ટ   :    ૧૦,૬૬,૦૨૨

કુલ ટેસ્ટ        :    ૧૩,૦૬,૫૭,૮૦૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :       ૧,૨૨,૭૪,૭૨૬ કેસો

ભારત       :       ૯૦,૫૦,૫૯૮ કેસો

બ્રાઝીલ     :       ૬૦,૨૦,૧૬૪ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(12:53 pm IST)