Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પત્નિ હવે એક RTI કરીને પતિનો પગાર તથા આવકના સ્ત્રોતની જાણકારી મેળવી શકશે

નવી દિલ્હી, તા.૨૧: કેન્દ્રિય માહિતી આયોગ દ્વારા કરાયેલા એક આદેશ મુજબ, હવે મહિલાઓ આવકવેરા ખાતામાં આરીટીઆઈ કરીને પોતાના પતિની આવકની સાચી જાણકારી મેળવી શકશે. આ માટે મહિલાઓએ કેન્દ્રિય અથવા રાજય માહિતી આયોગના અધિકારી એટલે કે RTI અંતર્ગત એક અરજી કરવાની રહેશે. જે બાદ સંબંધિત વિભાગે અરજી મળ્યાના ૧૫ દિવસના સમયગાળામાં જ પગાર સાથે સંકળાયેલી તમામ માહિતી અરજકર્તા પત્નીને આપવી પડશે.

કેન્દ્રિય માહિતી આયોગે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, હવે કોઈપણ મહિલા પોતાના પતિનો પગાર કે આવકનો સ્ત્રોત સરળતાથી જાણી શકે છે. આ માટે તેણે RTIનો ઉપયોગ કરવાનો રહેશે. મહિલાએ અરજી કર્યાના ૧૫ દિવસમાં સંબંધિત વિભાગે તમામ સાચી જાણારી આપવાની રહેશે. હાલમાં જ રાજસ્થાનમાંથી આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો, જેને ઉલ્લેખ કરતા કેન્દ્રિય માહિતી આયોગે આવો આદેશ જાહેર કર્યો હતો.

રાજસ્થાનના આ કેસની વિગતો મુજબ, જોધપુરમાં રહેતી રહમત બાનો નામની મહિલાએ અરજી કરીને પોતાના પતિની આવકના સ્ત્રોતની જાણકારી માગી હતી. મહિલાની અરજીના જવાબમાં IT વિભાગે કહ્યું હતું કે, ત્રીજા પક્ષની માગ ગેરવ્યાજબી છે. ત્યારબાદ સમગ્ર મામલે કેન્દ્રિય માહિતી આયોગમાં પહોંચ્યા. કમિશન સમક્ષ સુનાવણી બાદ આદેશ અપાયો કે અરજકર્તા દ્વારા દાખલ કરવામાં આવલી આરટીઆઈ પર ૧૫ દિવસની અંદર સાચી માહિતી ફરજિયાત રીતે આપવાની રહેશે.

કેન્દ્રિય માહિતી આયોગ દ્વારા પોતાના ચૂકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી કે મહિલાઓ પોતાના પતિનો કુલ પગાર, ગ્રોસ સેલેરી અને કરપાત્ર આવકની બાબતમાં જાણકારી મેળવવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે.

(10:19 am IST)
  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST

  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST