Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કાબુલ પર છોડવામાં આવ્યા ૨૩ રોકેટઃ ૮ લોકોનાં મોતઃ ૨૧થી વધારે ઘાયલ

એક પછી એક બોમ્બ બ્લાસ્ટ થયા છેઃ જેણે આખા શહેરને હચમચાવી મૂકયું છે

કાબુલ, તા.૨૧: અફધાનિસ્તારની રાજધાની કાબુલમાં શનિવારે એક પછી એક બોમ્બ બ્લાસ્ટ થયા છે. જેણે આખા શહેરને હચમચાવી મૂકયું છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચો વચ આવેલા ગીચ વિસ્તારમાં થયા છે. કાબુલના ઉત્તરી વિસ્તારમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોની મોત થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી મુજબ અફદ્યાનિસ્તાનના કાબુલમાં ૨૩ જેટલા રોકેટ લોન્ચ છોડવામાં આવ્યા છે. જેના કારણે ૮ લોકોનાં મોત થયા છે અને ૨૧થી વધારે ઘાયલ થયા. એક પછી એક બ્લાસ્ટ થતા આ આંકડાની સંખ્યા વધશે તેમ લાગી રહ્યું છે.

જો કે આ મામલે હાલ કોઇની પ્રતિક્રિયા પણ સામે નથી આવી. આંતરિક મંત્રાલયનું કહેવું છે કે શનિવારે બે નાના સ્ટિકી બોમ્બના ધમાકા થયા હતા. જેમાંથી એકમાં પોલીસની કારને નિશાનો બનાવવામાં આવી હતી. અને તેમાં એક પોલીસકર્મીની મોત થઇ હતી. અને ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા.

આ બ્લાસ્ટને લઇને કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે રોકેટ મકાનોમાં કાણાં કર્યા હોય. આ તસવીરની સત્યતા નથી થઇ શકી. બીજી તરફ આ બ્લાસ્ટથી અમેરિકી વિદેશ મંત્રી માઇક પાકિસ્તાન અને તાલિબાન અને કતાર ખાડી રાજયની અફધાન સરકારની બેઠક પહેલા થયા છે. શનિવારે થયેલા આ બ્લાસ્ટ મામલે હજી સુધી કોઇ સંગઠને જવાબદારી નથી લીધી.

તાલિબને શપથ લીધા છે કે તેઓ યુ.એસ. વીથડ્રોવલ ડીલ હેઠળ કોઈપણ શહેરી વિસ્તારો પર હુમલો કરશે નહીં, પરંતુ કાબુલ વહીવટીતંત્રે તેમના બળવાખોરો અથવા તેમના સમર્થકો પર કાબુલમાં તાજેતરના હુમલાઓનો આરોપ લગાવ્યો છે. ખાસ વાત એ છે કે તાલિબાન અને અફદ્યાન સરકાર દ્વારા વાટાદ્યાટોની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી, પરંતુ આ કામકાજ ખૂબ જ ગોકળગતિએ ચાલી રહ્યું છે.

ગૃહ મંત્રાલયના પ્રવકતા તારિક આરિયાને આ અઠવાડિયે કહ્યું હતું કે તાલિબાન દ્વારા છેલ્લા ૬ મહિનામાં ૫૩ આત્મદ્યાતી બોમ્બ અને ૧૨૫૦ વિસ્ફોટ કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં કુલ ૧૨૧૦ નાગરિકો માર્યા ગયા છે અને ૨૫૦૦ ઘાયલ થયા છે.

(3:29 pm IST)
  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • કોરોના મહામારી કરતા પણ ભારતમાં ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ વધુ ખતરનાક છે : કોંગી અગ્રણી શશી થરૂરના પુસ્તક ' ધ બેટલ ઓફ બીલોગિંગ ' ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનું વિવાદાસ્પદ વિધાન : આ અગાઉ દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાનું બયાન કર્યું હતું : આંતર રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો નહોતો access_time 12:14 pm IST

  • ભારત સામે જીતવા માટે કોહલીને શાંત રાખવો જરૂરીઃ પેટ કમિન્સ access_time 3:22 pm IST