Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

લગ્નમાં સામેલ થયેલા ૮૩ લોકોમાંથી ૩રને કોરોના

અમેરિકામાં વર-વધુ પણ કોરોના પોઝીટીવ : દુનિયાભરમાં લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તથા હાથ ધોવાની સલાહ અપાઇ રહી છે

વૉશિંગ્ટન,તા.૨૧: કોરોના વાયરસની આ મહામારીના સમયમાં દુનિયાભરમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા તથા વારંવાર હાથ ધોવાની સલાહ અપાઈ રહી છે. આ સાથે જ લોકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરથી બહાર નીકળવા માટે કહેવાઈ રહ્યું છે. પરંતુ ઘણા લોકો આ મહામારીમાં પણ ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે, અને તેમાં આવનારા મહેમાનોના કારણે આવી મોટી ઈવેન્ટ સુપર સ્પ્રેડર બની શકે છે. અમેરિકાના ઓહાયોમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં લગ્નમાં સામેલ થનારા ૮૩ લોકોમાંથી અડધા જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા. જાણકારી મુજબ, અમેરિકાના ઓહાયો રાજ્યમાં યોજાયેલા એક લગ્નમાં સામેલ થયેલા ૮૩ લોકોમાંથી ૩૨નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં વર અને વધૂ, ચર્ચાના પાદરી તથા વૃદ્ધો પણ સામેલ છે. આ વિશે ચર્ચાના પાદરીનું કહેવું છે કે, તમે આ સ્થિતિમાં ભરપૂર આનંદ ઉઠાવો છો. તમે કોવિડ વિશે વધારે વિચારતા નથી. અમેરિકામાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોના ઘરે રહવા માટે કહેવામાં આવી રહ્યું છે. જ્હોન ઓપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, ઓહાયોમાં ૨ નવેમ્બરે ૨,૨૧,૦૦૦ કોરોનાના કેસ હતા, જે સોમવારે વધીને ૩૦૫,૦૦૦ લાખ સુધી પહોંચી ગયો છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે કોરોનાના કેસોમાં થઈ રહેલા ઉછાળા વચ્ચે લોકોને ધામધૂમથી વેડિંગ ન યોજવા ચેતવ્યા છે. વોશિંગ્ટન રાજ્ય, ન્યયોર્ક તથા મિનેસોટામાં આ પ્રકારની ઈવેન્ટ્સથી મહામારી વધુ ફેલાઈ છે. મેઈનમાં પણ આ પ્રકારની એક વેડિંગ સેરેમનીથી ૧૭૬ લોકો કોરોના પોઝિટિવ થયા હતા અને સાત લોકોના મોત થયા હતા.

(3:27 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST