Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કાશ્મીરમા મારા પિતાએ એ સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો જયારે અસ્વીકાર્ય ગણાતો હતો : અમારે કોઈના સર્ટિફિકેટની જરુર નથીઃ મહેબૂબા મુફ્તી

દેશ માટેના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની રણનીતિમાં ભાજપ માહેર

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે.

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણએ કહ્યુ હતુ કે, ભાજપ તેની સાથે અસંમત હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે.દેશ માટેના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની રણનીતિમાં ભાજપ માહેર છે.ભાજપને આટલો મોટો જનાદેશ મળ્યો છે તો દેશ માટે તેનુ શું વિઝન છે, દરેક પાર્ટી પાસે એક વિઝન હોય છે.જવાહરલાલ નહેરુના દ્રષ્ટિકોણમાં જેએનયુ અને એઈમ્સ સામેલ હતા.મનમોહનસિંહે નવી આર્થિક નીતિઓ લાગુ કરી હતી.

તેમણે કહ્યુ હતુ કે, કમનસીબે મીડિયાનો મોટાભાગનો વર્ગ ભાજપના જુઠ્ઠાણાને દબાવી રહ્યો છે.મેં ભારતીય બંધારણને જાળવી રાખવા માટે શપથ લીધી છે અને જમ્મુ કાશ્મીર સંવિધાન ભારતના બંધારણનો પણ એક ભાગ છે.મારે આ વાત કોઈને બતાવવાની જરુર નથી.મારા પિતા એક ગૌરવશાળી ભારતીય નાગરિક અને કાશ્મીરી હતા.

મહેબૂબાએ કહ્યુ હતુ કે, અમે તમામ મુખ્ય પ્રવાહના પક્ષો છે અને શું આ ચડ્ડીધારીઓ(આરએસએસ)એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો?મારે તેમના સર્ટિફિકેટની જરુર નથી. મારા પિતાએ એ સમયે તિરંગો ફરકાવ્યો હતો જ્યારે આ એક અસ્વીકાર્ય બાબત ગણાતી હતી.સાથે સાથે તેમણે જમ્મુ કાશ્મીરનો ધ્વજ પણ ફરકાવ્યો હતો.ભાજપે હવે રાજ્યને તહસ નહસ કરી નાંખ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, અમે ક્યારેય એવુ કહ્યુ નથી કે ચૂંટણી નહીં લડીએ પણ ભાજપને કોઈ સહયોગીની જરુર નથી.મારી સામે જો ખરેખર ભ્રષ્ટાચારનો કોઈ મામલો હોત તો આ લોકો મને જેલમાં નાંખી શક્યા હોત

(6:25 pm IST)
  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • કોરોના મહામારી કરતા પણ ભારતમાં ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ વધુ ખતરનાક છે : કોંગી અગ્રણી શશી થરૂરના પુસ્તક ' ધ બેટલ ઓફ બીલોગિંગ ' ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનું વિવાદાસ્પદ વિધાન : આ અગાઉ દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાનું બયાન કર્યું હતું : આંતર રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો નહોતો access_time 12:14 pm IST

  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST