Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજકોટમાં સાંજે 54 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 89 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 10,108એ પહોંચ્યો

73 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 681 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 54 અને બપોરે 35 સાથે આજે કુલ 89 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 54 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 10,108 થયા છે. હાલમાં 681 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 73 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(6:49 pm IST)