Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

શું છે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ રમવા માટે લાગુ કરવામાં આવેલ ન્‍યુનતમ આયુ સીમા ?

મુંબઇ : આઇ.સી.સી.એ. કહ્યું છે કે ખેલાડીયોની સુરક્ષાને ધ્‍યાને લેતા હવે કોઇપણ પ્રકારના આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ મેચ રમવા માટે ખેલાડીની ન્‍યુનતમ આયુ ૧પ વર્ષ હોવી અનિવાર્ય છે. આઇ.સી.સી.એ. કહ્યું અપવાદની સ્‍થિતિમાં સદસ્‍ય બોર્ડ ૧પ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીયોને રમવાની મંજુરી આપવા માટે આઇ.સી.સી.ને અપીલ કરી શકે છે.

(11:02 pm IST)
  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST