Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી મચાવી 'લૂંટ': સંસદીય સમિતિના રિપોર્ટમાં ઘટસ્ફોટ

દેશમાં આરોગ્ય પાછળ ખર્ચ અત્યંત ઓછો: જાહેર આરોગ્ય વ્યવસ્થામાં રોકાણ વધારવા ભલામણ

નવી દિલ્હીઃ ભારત કોરોના સંકટથી લડી રહ્યો છે. કોરોના સામે લડવા માટે સરકારી આરોગ્ય સેવાઓ ઘણી ઓછી છે સાથે જ ખાનગી હોસ્પિટલોની માટે સરકાર તરફથી કોઇ સ્પષ્ટ દિશા-નિર્દેશ નથી. જેને પગલે કોરોના સંક્રમિત દર્દીઓને આ મહામારી દરમિયાન સારવાર દરમિયાન વધારે નાણાં ખર્ચવા પડી રહ્યા છે. ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના સંક્રમિત દર્દીની સારવાર માટે ઉઘાડી લૂંટ ચાલી રહી છે. આ ઘટસ્ફોટ સંસદીય સમિતિએ આજે શનિવારે પોતાના અહેવાલમાં કર્યો છે.

સંસદીય સમિતિએ કહ્યુ કે, કોરોના-19ના વધી રહેલા કેસોની વચ્ચે સરકારી હોસ્પિટલોમાં બેડ ઓછા પડ્યા છે. આ સાથે જ મહામારીની સારવાર માટે વિશિષ્ટ દિશાનિર્દેશોનો અભાવ હતો, જેને પગલે ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી જંગી નાણાં પડાવ્યા છે. સમિતિએ ભાર મૂક્યો કે જો કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોની માટે કોઇ ફિક્સ ચાર્જ નક્કી કર્યા હોત તો ઘણી મોત અટકાવી શકી હતો.

 

આરોગ્ય સંબંધી સ્થાયી સંસંદીય સમિતિના અધ્યક્ષ રામગોપાલ યાદવે રાજ્યસભાના સ્પીકર એમ. વેંકૈયા નાયડુને 'કોવિડ-19 મહામારીનો પ્રકોપ અને તેનું મેનેજમેન્ટ'ની રિપોર્ટ સોપી. સરકાર દ્વારા મહામારી સામે લડવા સંબંધીત સંસંદીય સમિતિની આ પહેલી રિપોર્ટ છે. સમિતિએ કહ્યુ કે, 1.3 અબજ લોકોની વસ્તીવાળા દેશમાં આરોગ્ય પાછળ અત્યંત ઓછો ખર્ચ થાય છે અને ભારતીયોને આરોગ્ય વ્યવસ્થાની નાજૂકતાના કારણે મહામારી બચવા અસરકારક ઉપાયો અપનાવવામાં મોટી મુશ્કેલી પડી છે

રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સમિતિએ સરકારને જાહેર આરોગ્ય વ્યવસ્થામાં પોતાનું રોકાણ વધારવા ભલામણ કરી છે. સમિતિએ સરકારને કહ્યુ કે, બે વર્ષની અંતર દેશની કુલ જીડીપીના 2.5 ટકા સુધી ખર્ચને રાષ્ટ્રીય આરોગ્ય નીતિ લક્ષ્‍યાંકો પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરો કારણ કે વર્ષ 2025નો નિર્ધારિત સમય હજી ઘણો દૂર છે અને તે સમય સુધી જાહેર આરોગ્યનાં જોખમમાં મૂકી શકાય નહીં. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017માં 2025 સુધી જીડીપીના 2.5 ટકા આરોગ્ય સેવા પાછળ સરકારી ખર્ચનો લક્ષ્‍ય રાખ્યો છે જે વર્ષ 2017માં 1.15 ટકા હતો. સમિતિએ કહ્યુ કે, એવુ અનુભવાયુ છે કે દેશની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા કોરોના અને બિન કોરોના દર્દીઓની વધી સંખ્યાની દ્રષ્ટિએ પુરતી નથી

(11:52 pm IST)