Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ખેડૂતો સાથે મંત્રણા કરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર:કૃષિ કાયદા પરત ખેંચવાની માંગને બદલે અમને ભૂલો જણાવે : મૂકી શરત

જો ખેડુતો કૃષિ કાયદા પર તેમની ચિંતાઓને તાર્કિક ધોરણે લાવે છે તો તે અંગે વાત કરાશે

નવી દિલ્હી : દેશમાં કૃષિ કાયદા અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર મંત્રણા માટે તૈયાર છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર કૃષિ કાયદા તેમજ અન્ય મુદ્દાઓ પર મંત્રણા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે જો ખેડુતો કૃષિ કાયદા પર તેમની ચિંતાઓને તાર્કિક ધોરણે લાવે છે તો તે અંગે વાત કરવામાં આવશે.

જ્યારે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે કહ્યું છે કે ત્રણેય કાયદાને પાછા ખેંચવાની માંગ કરવાને બદલે તેમણે સરકાર  સાથે વાતચીતમાં કાયદામાં રહેલી ભૂલો જણાવવી જોઈએ

ચંદે કહ્યું, “જો કોઈ પણ બે બાબતો ખોટી છે તો અમને કહો, જો કોઈ એવી પાંચ બાબતો છે કે જેની સાથે તમે અસહમત છો તો અમને એ પણ જણાવો. હું માનું છું કે ખેડૂત યુનિયન કૃષિ કાયદાઓની ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરે તો તે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે તરફથી એક મોટું નિવેદન હશે. રાકેશ ટીકૈતે 29 એપ્રિલે કહ્યું હતું કે ખેડૂત કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ તેમણે કાયદા પરત લેવાની ચર્ચાનું સમર્થન કર્યું હતું

(9:25 am IST)