Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

નવી ઉપાધિ : ‘કોવિશીલ્ડ’ અને ‘કોવૅક્સિન’ના બન્ને ડોઝ બાદ પણ સંક્રમિત કરી શકે છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ

દિલ્હી એઈમ્સ અને નેશનલ સેન્ટર ઑફ ડિસીઝ કંટ્રોલ (NCDC)ના અલગ-અલગ રિસર્ચમાં ખુલાસો

નવી દિલ્હી: કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ “કોવિશીલ્ડ” અને “કોવેક્સિન”ના બન્ને ડોઝ લીધા બાદ પણ સંક્રમિત કરી શકે છે. જે પ્રથમ વખત ઑક્ટોબર મહિનામાં ભારતમાં મળી આવ્યો હતો

રિપોર્ટ મુજબ, દિલ્હી એઈમ્સ અને નેશનલ સેન્ટર ઑફ ડિસીઝ કંટ્રોલ (NCDC)ના અલગ-અલગ રિસર્ચમાં આ વાત સામે આવી છે. જો કે આ રિસર્ચ પર હજુ સમીક્ષા નથી કરવામાં આવી.

એઈમ્સના સ્ટડી મુજબ, ડેલ્ટા વેરિએન્ટ બ્રિટનમાં મળી આવેલા આલ્ફા વેરિએન્ટની સરખામણીમાં 40 થી 50 ટકા વધુ સંક્રામક છે. ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસો વધવા પાછળનું આજ મુખ્ય કારણ છે.

ભારતમાં ડેલ્ટા (B.1.617.2) વેરિએન્ટના કારણે બ્રેકથ્રૂ ઈન્ફેક્શન (વૅક્સિન લીધા બાદ સંક્રમિત થવું) કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્ને પ્રકારની વૅક્સિન લીધા બાદ રિપોર્ટ થયો છે. ભારતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડની વૅક્સિનમાં બ્રેકથ્રૂ ઈન્ફેક્શનને લઈને સ્ટડી કરવામાં આવી છે.

બન્ને સ્ટડીમાં સામે આવ્યું કે, ડેલ્ટા વેરિએન્ટ બન્ને વૅક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન લીધેલા લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ છે. AIIMS અને CSIR IGIBએ સ્ટડીમાં જાણ્યું કે, કોવેક્સિન અને કોવિશીલ્ડ વૅક્સિન લીધેલા લોકોમાં આલ્ફા અને ડેલ્ટા બન્ને વેરિએન્ટથી બ્રેકથ્રૂ ઈન્ફેક્શન થયું, પરંતુ એમાં ડેલ્ટાથી વધારે.

સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે, ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણથી એવા લોકો વધારે સંક્રમિત થયા, જેમને કોવિશીલ્ડ આપવામાં આવી હતી. ડેલ્ટા વેરિએન્ટ સંક્રમણ એવા 27 દર્દીઓને થયું, જેમણે વૅક્સિન લીધી હતી અને જેનો સંક્રમણ રેટ 70.3 ટકા રહ્યો

(12:00 am IST)