Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કેદીઓ મારે છે અને જય શ્રી રામના નારા બોલાવે છે: :આઇએસઆઇએસના આંતકવાદીની કોર્ટમાં અરજી

આરોપી રાશિદ ઝફરને આતંકી સંગઠન આઈએસઆઈએસના સભ્ય હોવાના મામલે વર્ષ 2018માં ધરપકડ કરાઈ હતી

નવી દિલ્હી :દેશમાં આત્મઘાતી હુમલા અને સિરિયલ બ્લાસ્ટની યોજના માટે ધરપકડ કરાયેલા આરોપીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકવાદીએ હાઈકોર્ટને કહ્યું છે કે, દિલ્હીની તિહાર જેલમાં તેના સાથી કેદીઓએ તેમને માર માર્યો હતો અને બળજબરીથી ‘જય શ્રી રામ’ નો નારો બોલવાનું કહ્યું હતું.

 એડવોકેટ એમ.એસ. ખાને દાવો કર્યો છે કે પીડિતાએ તિહાર જેલમાં સ્થાપિત ટેલિફોન દ્વારા તેના પિતાને આ ઘટનાની જાણકારી આપી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જેલમાં રહેલા કેદીઓએ તેમને માર માર્યા અને બળજબરીથી ‘જય શ્રી રામ’ ના ધાર્મિક સૂત્ર બોલવાનું દબાણ કર્યુ હતું .

આરોપી રાશિદ ઝફરને આતંકી સંગઠન આઈએસઆઈએસના સભ્ય હોવાના મામલે વર્ષ 2018 માં ધરપકડ કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ જૂથ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યો હતો અને તે સમયે જુદા જુદા રાજકારણીઓને નિશાન બનાવવાનો તેનું આયોજન હતું. આ સિવાય આ લોકો ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં પાયમાલી સર્જવાની પણ તૈયારી કરી રહ્યા હતાે

.આરોપી રાશિદ ઝફરને 9 અન્ય આરોપીઓ સાથે ડિસેમ્બર, 2018 માં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે, એનઆઈએની સાથે દિલ્હી પોલીસના વિશેષ સેલ અને ઉત્તર પ્રદેશના એટીએસે દિલ્હીના જાફરાબાદ અને સીલમપુરમાં 6 સ્થળો જ્યારે અમરોહમાં 6 સ, લખનઉમાં 2 સ્થળો, ઉત્તર પ્રદેશમાં હાપુર અને મેરઠમાં એક મોટી જગ્યા પર દરોડા પાડ્યા હતા.

સર્ચ ઓપરેશન અને ધરપકડ 26 જાન્યુઆરીથી એક મહિના પહેલા કરવામાં આવી હતી.એનઆઇએના જમાવ્યા અનુસાર એક દેશી રોકેટ,સુસાઇડ બોમ્બ સહિત સ્ટીલના કન્ટેનર, ઇલેક્ટ્રિકલ વાયર, 91 મોબાઈલ ફોન, 134 સીમકાર્ડ્સ, 3 લેપટોપ, છરીઓ, તલવારો અને આઈએસઆઈએસ સાથે સંકળાયેલા કેટલાક પત્રિકાઓ પણ મળી આવી છે.

(11:29 pm IST)