Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોરોના પોઝિટિવ સસરાને પોતાની પીઠ પર ઊંચકીને હોસ્પિટલ લઇ જનાર પુત્રવધુ નિહારિકા થઇ સંક્રમિત : સસરાએ દમ તોડ્યો

આસામના નાગાંવમાં રહેતી 24 વર્ષીય નિહારિકા દાસનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો હવે નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહી રહ્યા છે.

નવી દિલ્હી :આસામના એક ગામમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ બરાબર સાર્થક કરી બતાવી છે. સમય આવ્યે પુત્રવધુ પણ દીકરા-દીકરી કરતા સવાઈ સાબિત થઇ શકે છે. આસામના નાગાંવમાં રહેતી 24 વર્ષીય નિહારિકા દાસનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના કોરોના પોઝિટિવ સસરાને પોતાની પીઠ પર ઊંચકીને લગભગ 2 કિમી ચાલી હતી. આ દરમિયાન લોકોએ તેના અનેક ફોટા પણ પાડ્યા હતા. પરંતુ કોઈ તેની મદદ માટે આગળ આવ્યું નહીં. ફોટો વાયરલ થયા પછી લોકો હવે નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહી રહ્યા છે.

2 જૂને નિહારિકાના સસરા થુલેશ્વર દાસને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તેમની તબિયત લથડી ત્યારે પુત્રવધૂ નિહારિકાએ તેમને પોતાની પીઠ પર ઊંચકીને આરોગ્ય કેન્દ્ર લઈ જવા માટે રીક્ષા ગોતવા નીકળી હતી. નિહારીકાના જણાવ્યા અનુસાર તેમના ઘર સુધી રીક્ષા આવી શકે તેવો રોડ નહિ હોવાના કારણે તેણીએ પોતાના સસરા ને પોતાની પીઠ પર ઊંચકવા સિવાય બીજો કોઈ વિકલ્પ તેની પાસે ના હતો. અને તે તેમને ઊંચકીને ઓટો સ્ટેન્ડ સુધી લાવી હતી. નિહારિકાને 6 વર્ષનો પુત્ર પણ છે.

વધુમાં તેણીના જણાવ્યા અનુસાર સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેમની નાજુક હાલત ને કારણે તેણીના સસરા ને શહેરની અન્ય હોસ્પીતાલ્માંરીફ્ર કરવામાં આવ્યા હતા. શહેરની હોપીતાલમાં લઇ જવા માટે પણ તેણીને પોતાના સસરા ને આ રીતે પોતાના ખાભાપર ઊંચકવા પડ્યા હતા. . સસરા લગભગ બેહોશ થઈ ગયા હતા. તેમને ઉપાડવા માટે ઘણી માનસિક અને શારીરિક તાકાત લાગી હતી.

(12:01 am IST)