Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

શુભેન્દુ અધિકારીએ કરી પીએમ મોદી સાથે મુલાકાત પશ્ચિમ બંગાળની રાજકીય પરિસ્થિતિ અંગે વાતચીત

વિવિધ રાજકીય મુદ્દાઓ પર લગભગ 45 મિનિટ વિગતવાર વાતચીત કરી

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા અને ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએપીએમ મોદી સાથે મુલાકાત કરી અને રાજ્ય સાથે જોડાયેલા રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. શુભેન્દુ અધિકારી મોદીને વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન, 7 – લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા.

આ બેઠક પછીના એક ટ્વિટમાં શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, વડા પ્રધાન મોદીને મળવાની અને તેમના આશીર્વાદ લેવાની તક મળી. મને તેમનો કિંમતી સમય આપવા બદલ હું તેમનો આભાર માનું છું. મેં તેમની સાથે બંગાળ અને અન્ય વિવિધ રાજકીય મુદ્દાઓ પર લગભગ 45 મિનિટ વિગતવાર વાતચીત કરી. મેં પશ્ચિમ બંગાળના વિકાસ માટે તેમનો ટેકો અને માર્ગદર્શન માંગ્યું.

શુભેન્દુ અધિકારી ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત ભાઈ શાહ સહિ‌ત પક્ષના ઘણા ટોચના નેતાઓને મળ્યા હતી.

તેની બાદ પત્રકારો સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે ભાજપ અધ્યક્ષથી લઈને પીએમ મોદી  સુધીના તેમની બેઠક દરમિયાન તેમણે તેમને રાજ્યની પરિસ્થિતિથી માહિતગાર કર્યા અને કહ્યું કે રાજકીય હિંસા બંધ થવી જોઈએ. “પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને પણ બંધારણની ગૌરવની કાળજી લેવી જોઈએ. મતદાન પછીની હિંસામાં અત્યાર સુધીમાં 42 કાર્યકરોના મોત નીપજ્યાં છે. અમે ભાજપના કાર્યકરોની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ

(9:27 am IST)