Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બોલિવુડના દિગ્ગજ એક્ટર બોમન ઈરાનીની માતા જેરબાનુ ઈરાનીનું 94 વર્ષની વયે નિધન

બોમન ઈરાનીએ ઈમોશનલ પોસ્ટ લખીને માતાને આપી શ્રદ્ધાંજલિ

 

મુંબઈ :બોલિવૂડના દિગ્ગજ અભનેતા બોમન ઈરાનીની માતા જેરબાનૂ ઈરાનીનું નિધન થયું છે, અભિનેતાએ પોતાની માતાને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર એક લાગણીસભર નોંધ લખી છે, તેમણે પોતાની માતાની એક તસવીર શેર કરીને લખ્યું ''માં ઈરાનીનું આજ સવારે ઊંઘમાં જ શાંતિથી નિધન થઈ ગયું તે 94 વર્ષના હતા, તેમણે 32 વર્ષની ઉંમરથી જ મારા માટે માતા અને પિતા એમ બેવડી જવાબદારી નિભાવી હતી'' તેમણે વધુમા લખ્યું '' રસપ્રદ વાર્તાઓ જે માત્ર તે જ કહી શકતી હતી, તેણે જ મને ફિલ્મોમાં મોકલ્યો ત્યારથી તેણે નક્કી કર્યું હતું કે શેરી દરેક બાળકો મારી સાથે આવે અને હું બાળકો માટે પોપકોર્ન લાવવાનું ન ભૂલું''બોમને લખ્યું કે મા ઈરાનીનું આજે સવારે ઊંઘમાં નિધન થઈ ગયું.

તેઓ 94 વર્ષના હતા. તેમણે મારે માટે માતા અને પિતા બન્નેની ભૂમિકા ભજવી. તે જ્યારે 32 વર્ષના હતા ત્યારથી અત્યાર સુધી. તે કેટલી શાનદાર વ્યક્ત હતા જે નાની નાની કહાનીઓથી ભરેલી હતી.

જ્યારે તેમણે મને ફિલ્મોમાં મોકલ્યો ત્યારે તે એવી ખાતરી રાખતી હતી કે કંપાઉન્ડના બધા બાળકો મને મળવા આવે. તેઓ બોલતા કે પોપકોર્ન લાવવાનું ન ભૂલતો. તેમને ખાવાનું ખૂબ પસંદ હતું અને ગીતો સાંભળવાનો પણ ખૂબ શોખ. તેઓ વિકિપિડિયા પર ફેક્ટ ચેક કરતા હતા

(12:35 am IST)