Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર :26 IAS ની બદલીના હુકમો : તમામ બદલી સચિવાલય કક્ષાએ : પંકજ કુમાર હવે ગૃહ ખાતામાં કાયમી, રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, પૂર્વ કલેક્ટર મનીષા ચાનદ્રા મહત્વના સ્થાને, કે.કે.નીરાલાં પત્નીના સ્થાને મુકાયા અને મહેસૂલવિભાગનો કમલ દયાનીને હવાલો સોંપાયો : અનેક વિભાગના સચિવ બદલાયા

ડે.કલેક્ટરો તેમજ GAS અધિકારીઓની બદલી : ચાર સચિવ કક્ષાના અને બાકીના 21 કલેક્ટર, DDO અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિતનાની થઈ બદલી

રાજકોટ : અંતે લાંબા સમયથી ચર્ચાતી ટોચના એડી.ચીફ સેક્રેટરી લેવળના ૨૮ અધિકારીઓની બદલીના હુકમો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા થયા છે, આ હુકમમાં અપેક્ષા મુજબ ગૃહ ખાતાંનો વધારાનો હવાલો ધરાવતા રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારને ગૃહ ખાતામાં કાયમી નિમણુક કરવામાં આવી છે, આ બદલીમાં વિજય નહેરાને તેમની યશસ્વી કામગીરી ધ્યાને રાખી સાયનસ અને ટેકનોલોજી વિભાગમાં મુકાયા છે, રાજકોટના પૂર્વ કલેક્ટર મનીષા ચાન્દ્રાને ચાઇલ્ડ ડેવ.કમિશનર પદેથી નાણા વિભાગમાં મૂકવા સાથે તેમના પતિદેવ કે. કે. નિરાલાજી ને પણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ કમિશનર પદે અર્થાત્ તેમના પત્નીની બદલીથી ખાલી પડેલ જગ્યા પર મુકાયા છે,અન્ય ફેરફાર આ મુજબ છે.

રાજ્યમાં ફરી એક વાર IAS અધિકારીઓ અને GAS અધિકારીઓની મોટા પાયે સાગમટે બદલી કરવામાં આવી છે. ગુરૂવારે મોડી રાત્રે ગાંધીનગરથી બદલીઓનો ગંજીફો ચીપાયો છે. આ બદલીઓના દોરમાં રાજ્યના 26 IAS અધિકારી અને ડે.કલેક્ટરો તેમજ GAS અધિકારીઓની બદલી થઈ છે. જેમાં ચાર સચિવ કક્ષાના અને બાકીના 21 કલેક્ટર, DDO અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત 24 IAS બદલીના હુકમ થયાં છે. જ્યારે દસ અધિકારીઓને પ્રમોશન સાથે બદલી કરાઇ છે. બંદર અને વાહન વ્યવહારવિભાગના અગ્રસચિવ સુનયના તોમરને ઉર્જા વિભાગમાં ખસેડાયા છે.

IAS સુનેના તોમર જે વાહન વ્યવહાર વિભાગમાંથી છે સામેલ છે. તેમની બદલી ઊર્જા એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે.આ સિવાય ગ્રામ-વિકાસ કમિશનર એસ.જે.હૈદર અને મનોજ અગ્રવાલની પણ બદલી કરાઈ છે. એસ.જે હૈદરની GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરાઈ છે. જ્યારે મનોજ અગ્રવાલને એસ.જે.હૈદરના સ્થાને નિમણૂક કરાયા છે. સિનિયર IAS અધિકારી કમલ દાયાનીને પણ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો અપાયો છે. ઉપરાંત GSRTCમાંથી સોનલ મિશ્રાને એસટીમાંથી ખસેડી નર્મદા વોટર રિસોર્સિસ અને વોટર સપ્લાય તથા કલ્પસરના સેક્રેટરી બનાવ્યા છે.

બદલીઓના દોરમાં કચ્છ આણંદ અને સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર બદલાયા છે. જેમાં નવસારીના DDO આર.જી. ગોહિલને આણંદના કલેક્ટર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના આસિસ્ટન્ટ કલેક્ટર ડૉ.વિપિન ગર્ગને તેમના સ્થાને નવસારીના DDO તરીકે નિયુક્ત કરાયા છે. સાબરકાંઠાના કલેક્ટર પ્રવિણા ડી.કે.ની બદલી કચ્છના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. જ્યારે કચ્છના કલેક્ટર નાગરાજનને ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે શ્રમ વિભાગના નિયામક સી.જે.પટેલની બદલી સાબરકાંઠાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. આણંદના કલેક્ટર દિલિપ કુમાર રાણાની આદિજાતિ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે.

(12:00 am IST)