Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સર્વેમાં મોટો ખુલાસો

૪૦% કંપનીઓ ઈચ્છે છે હંમેશા ઘરથી જ કામ કરે કર્મચારીઓ

નવી દિલ્હી, તા.૧૦: કોરોનાની પહેલી અને બીજી લહેર દેશના દ્યણા સેકટરના કર્મચારીઓ લાંબા સમયથી ઘરે બેસી કામ કરી રહ્યા છે. આ દરમિયાન ખાસ કરીને આઇટી કંપનીએ સારો નફો મેળવ્યો છે અને ઘણી કંપનીઓએ લાંબા સમય સુધી ઘરેથી કામની દ્યોષણા કરી દીધી છે. હવે મેનપાવર ગ્રુપના એક સર્વેમાં એક જાણકારી સામે આવી છે. એ મુજબ લગભગ ૪૦% નિયુકતા ઈચ્છે છે કે એમના કર્મચારી પર્માનન્ટ વર્ક ફ્રોમ હોમ કરે.

પુરા ભારતમાં નિયોકતાઓ પર કરવામાં આવેલ સર્વેક્ષણના આગળ ત્રણ મહિના માટે કામોબેશ સ્થિર ભરતી યોજનાના સંકેત આપ્યા છે. મેનપાવરગ્રુપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે કોવિડની બીજી લહેરમાં ૩ મહિના પછી સુધી આ સ્થિતિ આ જ રહેવાની છે.

જે ક્ષેત્રોમાં નોકરીના બજારનું નેતૃત્વ કરવાની સંભાવના છે, જેમાં પરિવહન અને ઉપયોગિતાઓ પછી સેવા ક્ષેત્ર સામેલ છે. મધ્યમ આકારના સંગઠનોમાં સૌથી મજબૂત હાયરિંગ ગતિ નોંધવામાં આવી છે, ત્યાર પછી મોટા સંદ્યઠન ક્રમશઃ ૮ પ્લસ ટકા અને ૬ પ્લસ ટકાના મોસમી રૂપથી સમાયોજિત દ્રષ્ટિકોણ સાથે છે. એક ક્ષેત્ર વરિષ્ઠ દ્રષ્ટિકોણથી, ઉત્તર અને દક્ષિણ ૬ પ્લસ સમાન સંકેત આપે છે.

મેનપાવર ગ્રુપએ કોવિડના પ્રભાવને સામેલ કરવા માટે પોતાના સર્વેક્ષણને આગળ વધાર્યું, જેમાં એમણે મહત્તમ ૪૬%એ કહ્યું કે, તેમને ખબર નથી કે તેમણે નિયમિત રૂપથી કામ પર પાછા રાખવાની જરૂરત કયારે પડશે, માત્ર ત્રણ ટકાએ ભરતી માટે પૂર્વ-મહામારી સ્તર પર પાછા લાવવાની ઉમ્મીદ વ્યકત કરી. જે લોકોને ભરતી માટે ઉમ્મીદ છે, એમાંથી ૫૪ ટકાએ આશા વ્યકત કરી કે તેઓ જૂન ૨૦૨૧ સુધી કામ પર રાખી લેશે.

કુલ ૪૦% ઉત્તરદાતાઓએ પોતાના કર્મચારીઓ માટે દ્યરથી પૂર્વકાલિક કામ કરવાની આશા વ્યકત કરી છે, જયારે ૩૮% પોતાના કર્મચારીઓ માટે અથવા તો લચીલું અથવા સંગઠિત કામ કરવા માંગે છે. દૂરસ્થ કાર્ય અંગે પૂછવા પર સર્વેક્ષણમાં સામેલ મહત્તમ સંગઠનો માટે કેટલીક ચિંતાઓ શ્રમિકોની ભલાઈ, કંપની કલચર, ઉત્પાદકતા અને નવાચારની આજુબાજુ ફરે છે. ૫૧%ની સૌથી વધુ ચિંતા એ છે કે શું એમના કર્મચારી કુશળતાથી સહયોગ કરી શકશે. સૌથી મજબૂત ભરતી સંભાવનાઓ ઉત્તર અને દક્ષિતમાં જણાવવામાં આવી છે, જયાં શુદ્ઘ રોજગાર દ્રષ્ટિકોણ ૬+% છે ગયી ત્રિમાહીની તુલનામાં પશ્ચિમમાં હાયરિંગની સંભવનાને લઇ ૪% અંક અને ઉત્તરમાં ૨% અંકોનો ઘટાડો નોંધાયો છે. પૂર્વ અને દક્ષિણ બંનેમાં હાયરિંગ સેન્ટિમેન્ટ અપેક્ષાકૃત સ્થિર છે.

(10:20 am IST)