Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જો કે બાદમાં કામ કરતા થઇ ગયા

વિશ્વભરમાં ફેસબુક - વોટ્સએપ - ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થતાં યુઝર્સ હેરાન - પરેશાન થઇ ગયા

નવી દિલ્હી તા. ૧૦ : સોશ્યલ નેટવર્કીંગ પ્લેટફોર્મસ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સામાન્ય જિંદગીનો ભાગ બની ગયા છે. એટલે જ્યારે પણ તે ડાઉન થાય છે તો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે પણ આવું જ કંઇક થયું. જ્યારે દુનિયાભરમાં આ પ્લેટફોર્મ્સ થોડા સમય માટે ડાઉન થઇ ગયા. તેના ડાઉન થઇ જવાના કારણે હજારો યુઝર્સોને મુશ્કેલી વેઠવી પડી. જો કે હવે આ પ્લેટફોર્મ્સ બરાબર કામ કરવા લાગ્યા છે.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર અમેરિકા, મોરોક્કો, મેકિસકો અને બ્રાઝીલ સહિત દુનિયાભરના હજારો લોકોને પરેશાની થઇ જ્યારે ફેસબુક અને તેના સીસ્ટર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ વોટસએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થઇ ગયા. એ દરમિયાન લોકોને તે ઓપન કરવામાં અને મેસેજ મોકલવામાં મુશ્કેલી થઇ રહી હતી.

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાની અસરથી ભારત પણ નહોતું બચી શકયું. આજે સવારે જ્યારે લોકોએ આ પ્લેટફોર્મ્સ ઓપન કર્યા તો તેમને મુશ્કેલી પડી કેમકે ડાઉન હોવાના કારણે તેમના પર મેસેજ મોકલવા, સર્ફીંગ કરવામાં અથવા કોમેન્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.  ફેસબુક, વોટસએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું તો લોકો ટવીટર પર પહોંચી ગયા અને ત્યાં આની ફરિયાદો કરવા લાગ્યા. તો મીમવાળી પ્રજા પણ ટવીટર પર તરત સક્રિય થઇ ગઇ અને જાતજાતના મીમ્સ શેર કરવા લાગી હતી.

(10:54 am IST)