Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હવે બિહાર સરકાર કહે છે કુલ મૃત્યુઆકં ૫૪૨૪ નહીં બલ્કે ૯૩૭૫ છે :કેસની સંખ્યામાં પણ લોચા લબાચા

પટણા હાઈકોર્ટ દ્રારા સરકારની આકરી ઝાટકણી બાદ સરકારે લાપરવાહી હોવાનું સ્વીકાર્યું

પટના : કોરોનાવાયરસ ની બીજી લહેર દરમિયાન બિહારમાં થયેલા મૃત્યુ અને તેની સાચી સંખ્યા અંગે સતત સવાલ કરવામાં આવી રહ્યા છે અને ખુદ પટણા હાઈકોર્ટ દ્રારા સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી ચૂકી છે. આંકડાઓમાં મોટું અંતર રહી જવાને કારણે હાઇકોર્ટ દ્રારા બિહાર સરકારની ટીકા કરવામાં આવી હતી.

 હવે ખુદ સરકારે મોતના આંકડા છૂપાવવામાં આવ્યા હતા તેવો પરોક્ષ સ્વીકાર કરી લીધો છે અને સરકાર દ્રારા સત્તાવાર રીતે એમ જાહેર કરવામાં આવ્યું છે કે બિહારમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૫૪૨૪ નહીં બલ્કે ૯૩૭૫ દર્દીઓના મૃત્યુ થયા છે.

બિહારના આરોગ્ય સચિવ દ્રારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમાં સાચા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે મીડિયાને કહ્યું કે ગત ૧૮મી મે રાય સરકારે કોરોનાવાયરસ માં થયેલા મૃત્યુ ના આંકડા ની તપાસ કરવાનો આદેશ આપી દીધો હતો.

એ મળે એવી કબૂલાત કરી હતી કે બિહારમાં અત્યાર સુધી થયેલા મૃત્યુ ની ગણતરી માં લાપરવાહી રાખવામાં આવી હતી અને તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સત્ય બહાર આવ્યું હતું. બંને ટીમોના તપાસના અહેવાલમાં સ્થાનિક વહીવટી તંત્રની લાપરવાહી બહાર આવી છે.

હવે એવી શંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે કે બિહારમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ના કુલ કેસ માં પણ લોચા હશે અને તેમાં પણ કદાચ છપાવવામાં આવ્યા હશે તેવી શંકા હવે પ્રબળ બને છે અને વિરોધ પક્ષ દ્રારા બિહાર સરકારની આકરી આલોચના કરવામાં આવી રહી છે અને નીતીશે સરકાર કોરોનાવાયરસ ની સામે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે જે હકીકત પણ ઉજાગર કરવામાં આવી રહી છે.

(10:55 am IST)