Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલાય બાળકો અસરગ્રસ્ત ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઘાતક

કોરોનાની બીજી લહેરમાં બાળકો પર એમ.આઇ.એસ.-સી.નો કહેર

નવી દિલ્હી તા. ૧૦ : કોરોનાની બીજી લહેરમાં બાળકો પર પણ ઘાતક દુષ્પ્રભાવ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ પછી બાળકોમાં મલ્ટી સીસ્ટમ ઇન્ફલેમેટ્રી સિન્ડ્રોમ ઇન ચાઇલ્ડ (એમ.આઇ.એસ-સી) ના કેસો સામે આવી રહ્યા છે. કેટલાય બાળકો હોસ્પીટલોમાં દાખલ છે. અને કેટલાકના મોત પણ થયા છે. એમ.આઇ.એસ.સી.ના શિકાર બાળકોમાં કોરોનામાંથી સાજા થયા પછી આ કોરના લક્ષણો દેખાય છે. બાળકોમાં સામાન્ય ઝાડા-ઉલ્ટીથી શરૂ થતો આ રોગ બાળકોને હોસ્પીટલે પહોંચાડી દે છે. યોગ્ય સારવારના મળે તો બાળકનું મોત પણ થઇ જાય છે. અત્યારે દેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ સહિત કેટલાક અનય રાજયોમાં કેટલાય બાળકો એમ.આઇ.એસ-સી થી પીડીત છે.

શું છે એમ.આઇ.એસ-સી

કોરોના પછી સાજા થયેલ ૭ થી ૧૪ વર્ષના બાળકોમાં આ રોગ થાય છે. એન્ટીબોડી બનવા છતાં આરોગ્ય પર અસર થાય છે. કોરોનાગ્રસ્ત માતા પિતાના બાળકોને આ રોગ થવાની આશંકા વધારે છે.

લક્ષણો

 ત્રણ દિવસ વધારે સમય જોરદાર તાવ

 પેટમાં બહુ દુઃખાવો

 ટાઇફોઇડ, ડાયેરીયા, ન્યુમોનિયાની ફરીયાદ

 ઉલ્ટી, ગરદનમાં દુઃખાવો, આંખો અને જીભ લાલ થવી

 શરીર પર લાલ ચકામાં, હાથ-પગમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ

 ચિડીયા પણું

ઓળખવો કેવી રીતે

આવા બાળકોનો ડી-ડાયપર ટેસ્ટ કરાવવો જરૂરી છે જો વેલ્યુ વધારે હોય તો એમ.આઇ.એસ-સી હોઇ શકે.

ઉપાય

 સમયસર સારવાર જરૂરી

 સૂરતના ડો. પ્રશાંત કારીયા અનુસાર ફલુ અને ન્યુમોકોકલની રસી જરૂરી

 સાજા થયા પછી પણ બાળકોની એક વર્ષ સુધી દેખરેખ જરૂરી

(11:42 am IST)