Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજસ્થાન કોંગ્રેસમાં નવાજુનીના એંધાણ

જિતિન પ્રસાદ બાદ હવે સચિન પાયલટ કરશે બગાવત? ઘરે ધારાસભ્યોની બેઠક

જયપુર, તા.૧૦:જિતિન પ્રસાદના BJPમાં શામેલ થયા બાદ હવે પાયલોટ જૂથના નેતાઓએ મોર્ચો ખોલી દીધો છે. સચિન પાયલટ તો હાલ મૌન છે. પરંતુ તેમની તરફથી તેમના જૂથના ધારાસભ્યોએ મોર્ચો ખોલી દીધો છે. સચિન સમર્થક ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીએ કહ્યું કે કોંગ્રેસમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની વાત સાંભળવામાં નથી આવી રહી.

સચિન પાયલોટને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે આજ સુધી પુરા કરવામાં નથી આવ્યા. જે કમીટી બનાવવામાં આવી હતી તે કમીટીએ આજ દિન સુધી કોઈ બેઠક પણ નથી કરી અને કોઈ સુનાવણી કરી છે. સચિન પાયલોટના પિતા રાજેશ પાયલોટની ૧૧ જૂને જયંતી છે. તેને લઈને દરેકની નજર તેના પર છે કે તે શું કરી શકે છે. ત્યાં સચિન પાયલોટે જૂના મિત્રો અને રાજયના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને કહેવું છે કે અમારા પરિવારનો મામલો છે. રાજસ્થાનમાં સરકારને કોઈ મુશ્કેલી નથી.

જિતિન પ્રસાદના ભાજપમાં જોડાવા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ એલર્ટ પર આવી ગઈ છે. હાલ રાજસ્થાન કોંગ્રેસમાં હલચલ તેજ જોવા મળી રહી છે. સચિન પાયલોટને સમર્થન કરતા ધારાસભ્યો હાલ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. વિશ્વેન્દ્ર સિંહ, વેદપ્રકાશ સોલંકી, ગુરદીપ સિંહ હાલ સચિન પાયલોટના નિવાસ સ્થાન પર ચર્ચા માટે પહોંચ્યા છે. હાલ કોંગ્રેસમાં હલચલ વચ્ચે મંત્રીમંડળમાં વિસ્તરણની પણ ચર્ચા થઈ રહી છે.

(3:10 pm IST)