Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સુશાંતની લાઇફ પર બનેલી ફિલ્મો થશે રિલીઝ : દિલ્હી હાઇકોર્ટે પિતાની અરજી ફગાવી

બોલીવુડ ફિલ્મ 'ન્યાય : ધ જસ્ટિસ'ની રીલીઝ પર રોક લગાવાનો કર્યો ઇન્કાર

નવી દિલ્હી તા. ૧૦ : સુશાંત સિંહ રાજપૂતના નિધનને લગભગ વર્ષ પૂરું થવા આવ્યું છે. આવામાં એકટર પર આધારિત ફિલ્મ 'ન્યાય : ધ જસ્ટિસ' પર દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે ફિલ્મ પર રોક લગાવવાની ના કહી દીધી છે.

અહેવાલ અનુસાર અભિનેતા સુશાંતના પિતાએ આ બાબતે અરજી આપી હતી. અરજી અનુસાર સુશાંતના જીવન પર આધારિત વિભિન્ન પ્રસ્તાવિત પ્રોજેકટ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે યાચિકામાં સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહને ફિલ્મોમાં તેમના દીકરાના નામ અને તેનાથી મળતા પાત્રોના ઉપયોગ પર રોક લગાવવાની માંગ કરી છે.

આ સાથે, અરજીમાં સુશાંતના જીવન પર આગામી અથવા સૂચિત પ્રોજેકટ્સનો પણ ઉલ્લેખ છે, જેમાં 'સુસાઇડ ઓર મર્ડર : અ સ્ટાર વોઝ લોસ્ટ', 'શશાંક' અને એક અનામી ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને કહેવામાં આવ્યું હતું કે આવી સ્થિતિમાં સુશાંતના ચાહકોને આનાથી આંચકો લાગશે એમ કહેવું ખોટું નહીં હોય.

આ અગાઉ ન્યાય ફિલ્મના નિર્માતાઓની વાર્તા દિલ્હી હાઈકોર્ટમાં સંપૂર્ણ બદલી દેવામાં આવી છે. ફિલ્મના નામની સાથે દિલ્હી હાઈકોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટમાં, વાર્તામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નવું શીર્ષક હવે શશાંક બની ગયું છે.

સુશાંતના પિતાને લાગે છે કે તેમના દીકરા અને તેમના પરિવારનું નામ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેની સાથે બનેલી ઘટનાનો લાભ લઈ તેમની ફિલ્મનું માર્કેટિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતનું ૧૪ જૂન ૨૦૨૦ ના રોજ મુંબઇના તેના ફલેટમાં નિધન થયું હતું. અભિનેતાએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા સૌ ચોંકી ગયા હતા. અભિનેતાના મૃત્યુના ૧ મહિના પછી, પરિવારે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો અને રિયા ચક્રવર્તી સામે ફરિયાદ કરી હતી. જે પછી સીબીઆઈ અને એનસીબી હવે આ કેસની તપાસ કરી રહી છે.

NCB ની તપાસમાં રિયા જેલમાં જી ચુકી છે. આ સાથે તેમાં ઘણા વધુ મોટા નામ બહાર આવ્યા હતા. હવે ફરી એકવાર એનસીબી કાર્યવાહી કરવાના મૂડમાં છે અને સુશાંતના રૂમમેટ સિદ્ઘાર્થ પિઠાનીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછના આધારે હવે વધુ લોકોને પૂછપરછ કરવામાં આવશે.

(3:23 pm IST)