Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

પ્રિયંકાથી મોટો કોઇ ચહેરો નથી : અજય લલ્લુ

લખનૌ : દિગ્ગજ કોંગ્રેસી નેતા જીતિન પ્રસાદે ગઇકાલે ભાજપનો કેસરીયો ખેસ પહેરી લેતા કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપતા યુપી કોંગ્રેસ અધ્યક્ષે જણાવેલ કે પ્રસાદે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પણ તેના જવાથી પાર્ટીને કોઇ નુકશાન નહીં થાય, કેમકે જે વ્યકિત પોતાની બેઠક ન બચાવી શકયો તેનાથી પાર્ટીને શું નુકશાન.

તેમણે વધુમાં જણાવેલ કે યુપીમાં પ્રિયંકા ગાંધીથી મોટો કોઇ ચહેરો નથી. દરમિયાન લલ્લુએ જણાવેલ કે કેટલાક દિવસ પહેલા જીતિન સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ સાથે મુલાકાત કરેલ અને હવે તે ભાજપમાં સામેલ થતા તેમના રાજકીય ચરિત્રનો અંદાજ આવે છે.

(3:23 pm IST)