Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ક્રૂર દાદીએ પોતાની ૩ વર્ષની પૌત્રીને માથે પટકી હત્યા કરી

પાણી ભરવા જવાના રસ્તા અંગેની માથાકૂટ બે પરિવારો વચ્ચે હત્યા સુધી પહોંચી

બારા : બોરીનમાં ગત ૩૦ મેના રસ્તાના વિવાદમાં ૩ વર્ષીય બાળકીની હત્યાનો મામલો સામે આવેલ. જેનો ગઇ કાલે પોલીસે ખુલાસો કરતા જણાવેલ કે દાદીએ જ પૌત્રીની હત્યા આરોપી પક્ષને પાઠ ભણાવવા કરેલ.

દાદીએ પૌત્રીને જમીન ઉપર માથાના ભાગે પટકીને મારી નાખેલ અને બીજા પક્ષ ઉપર હત્યાની ફરિયાદનો ખોટો કેસ કરેલ. પોલીસ અધિકારીએ જણાવેલ કે ૩૦ મે ના રોજ બોરીના ગામના માંગ્યા જ્ઞાતિના બે પક્ષોમાં પાણી ભરવા માટે આવવા-જવાના રસ્તાને લઇને પહેલા બોલાચાલી થયેલ અને ત્યારબાદ મારામારી થયેલ. બન્ને પક્ષે ઘણા લોકો ઘાયલ થયેલ.

દરમિયાન એક પક્ષ અમરલાલ માંગ્યાની ૩ વર્ષિય પુત્રીનું માથામાં ઇજા થતા મોત થયાનો બીજા પક્ષ ઉપર આરોપ લગાડાયેલ જેમાં અમરલાલ તેની પત્ની ઉપર આરોપ લગાડાયેલ. જેમાં અમરલાલ તેની પત્ની મીનીક્ષીએ સામે પક્ષના રામેશ્વર તેના ભાઇ ભુરીયા વિરૂધ્ધ પુત્રી જીયા (૩) ની હત્યાનો કેસ નોંધાવેલ.

તપાસના અંતે દાદી જ પૌત્રીની હત્યા કરાયાનો ખુલાસો થયેલ. આરોપી દાદી કનકબાઇની ધરપકડ કરવામાં આવી છે.

(3:26 pm IST)