Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

દાદી-પૌત્રી રહે છે ટોઇલેટમાં

આને કહેવાય વિકાસ! લાંચ નહિ આપતા આવાસ યોજનામાં નામ ન આવ્યું: હવે શૌચાલય જ બન્યુ ઘર

વિકાસની વાસ્તવિક છબી કૌશલ્યા દેવીના ઘરે ઉજાગર કરીઃ પરિવારમાં માત્ર કૌશલ્યા દેવી અને એક પૌત્રી જ છે

નાલંદા, તા.૧૦: બિહારની વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ પણ નથી થયું. તે સમયે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત એનડીએના તમામ નેતાઓએ રાજયમાં વિકાસની મોટી મોટી વાતો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીની રેલીઓમાં પ્રત્યેક ગરીબ અને વૃદ્ઘને વિશ્વાસ અપાવતા હતા કે તેમનો દીકરો દિલ્હીમાં છે. આ વાતોને સાંભળીને ભારત જ નહીં પણ દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં વસતા બિહારીઓને લાગતુ હતું કે તેમના રાજયમાં પરિસ્થિતિ ઓલ ઈઝ વેલ છે. પરંતુ નીતિશ કુમારના જ ગૃહ જિલ્લા નાલંદાથી એક એવી તસવીર સામે આવી છે જે વિકાસની વાસ્તવિક છબીને ઉજાગર કરે છે. જિલ્લા કરાયપરસુરાય પ્રખંડમાં એક વૃદ્ઘ મહિલા કૌશલ્યા દેવી અને તેમની પૌત્રી પાસે રહેવા માટે એક દ્યર પણ નથી. કાળઝાળ ગરમીથી બચવા માટે દાદી અને પૌત્રી એક જાહેર શૌચાલયમાં દિવસ પસાર કરી રહ્યા છે.

અહીં ચોંકાવનારી બાબત એ છે કે કૌશલ્યાદેવીની આ તસવીર નાલંદાના તે જિલ્લાની છે જયાંથી નીતિશ સરકારની લગભગ તમામ યોજનાઓનો પ્રારંભ થાય છે. નાલંદાના વિકાસ મોડલને આખા રાજયમાં રજૂ કરવામાં આવે છે. આ જ નાલંદા જિલ્લાની મકરૌતા પંચાયતના ગામ દિરીપર વોર્ડ નંબર ૩જ્રાક્નત્ન કૌશલ્યા દેવી તેમની પૌત્રી સાથે જાહેર શૌચાલયમાં જીવન પસાર કરી રહ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે દિરીપરનું પાડોશી ગામ વર્તમાન ધારાસભ્ય કૃષ્ણ મુરારી શરણનું છે. કૌશલ્યા દેવીનું આ દુનિયામાં કોઈ નથી અને સરકાર તરફથી પણ તેમને કોઈ લાભ નથી મળતો.

કૌશલ્યા દેવીની ૧૦ વર્ષયી પૌત્રીના માતા-પિતાનું અવસાન થઈ ગયું છે. બન્ને ગામમાં ઘરે ઘરે ફરીને જમવાનુ માંગે છે અને પેટ ભરે છે. તડકા અને વરસાદથી બચવા માટે તેમણે શૌચાલયને પોતાનું ઘર બનાવી લીધું છે. ઘર સિવાય પણ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ આ લોકોને નથી મળી રહ્યો. કૌશલ્યા દેવી જણાવે છે કે તેમના દીકરા, વહુ અને પતિનું મૃત્યુ થઈ ગયું છે. હવે તેઓ એકલા જ છે. આજ સુધી કોઈ સરપંચ, ધારાસભ્ય અથવા પ્રમુખે તેમને કોઈ યોજનાની જાણકારી નથી આપી.

ગામના પૂર્વ મુખિયા રવીશ કુમારે જણાવ્યું કે, ૨૦૧૭માં આવાસ યોજના હેઠળ કૌશલ્યા દેવીનું નામ આવ્યુ હતું. તે સમયે તેમની પાસેથી આવાસ યોજનાનો લાભ લેવા માટે લાંચ પેટે પૈસાની માંગ કરવામાં આવી હતી. કૌશલ્યા દેવી ગરીબ હોવાને કારમે પૈસા નહોતા આપી શકયા અને કિલઅરન્સના નામે યાદીમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યુ હતું. તેમના દ્યરમાં કોઈ પુરુષ સભ્ય નથી. કૌશલ્યા દેવીની ઉંમર ૭૫ વર્ષ છે અને તેમની પૌત્રી લગભગ ૮ વર્ષની છે.

(4:01 pm IST)