Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જો રશિયા નુકશાન પહોચાડનારા પ્રતિનિધિમાં સામેલ થશે તો તેના મજબુત અને સાર્થક પરિણામ ભોગવવા પડશેઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

ન્યૂયોર્ક: જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત પોતાના વિદેશ પ્રવાસે બ્રિટન પહોચ્યા છે જ્યા તેમણે રશિયા પર નિશાન સાધ્યુ છે.

જો બાઇડને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને ચેતવણી આપી છે કે જો રશિયા નુકસાન પહોચાડનારી ગતિવિધિમાં સામેલ થાય છે તો તેના મજબૂત અને સાર્થક પરિણામ ભોગવવા પડશે. અમેરિકાના મિત્ર દેશો સાથે ટ્રમ્પ તંત્રના તણાવપૂર્ણ સબંધ બાદ બાઇડને એમ પણ સ્પષ્ટ કર્યુ છે કે તેમનો ઇરાદો દેશો સાથે મજબૂત સબંધ રાખવાનો છે.

બાઇડન જી-7 દેશોના શિખર સમ્મેલન માટે બુધવારે બ્રિટન પહોચ્યા છે. સમ્મેલન દરમિયાન તે નવા એટલાટિંક ચાર્ટર પર ચર્ચા કરવા માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરશે.

આ એક રીતે વર્ષ 1941માં વિંસ્ટન ચર્ચિલ અને ફ્રૈંકલિન રૂજવેલ્ટ વચ્ચે થયેલી સમજૂતિનું આધુનિક સંસ્કરણ હશે જેમાં જળવાયુ પરિવર્તન અને સુરક્ષા જેવા પડકારનો મહત્વ આપવામાં આવશે.

પોતાના આઠ દિવસના યુરોપીય પ્રવાસમાં બાઇડન વિંડસર કાસલમાં બ્રિટનની મહારાની સાથે મુલાકાત કરશે, જી7 દેશના નેતાની બેઠકમાં ભાગ લેશે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે નેટોના સમ્મેલનમાં સામેલ થશે. પોતાના પ્રવાસ દરમિયાન અંતિમ તબક્કામાં બાઇડન જિનેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને પણ મળશે.

વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યુ છે કે રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન બાઇડન હથિયારો પર લગામ લગાવવા, જળવાયુ પરિવર્તન, યુક્રેનમાં રશિયન સેનાની દખલ, રશિયા સાઇબર હેકિંગ ગતિવિધિ અને રશિયા વિપક્ષી નેતા એલેક્સી નવેલનીને જેલ મોકલવા સહિત અને કેટલાક મહત્વના મુદ્દા પર વાત કરશે.

(5:12 pm IST)