Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બિહારમાં એચડીએફસી બેન્કની શાખામાંથી ૧ કરોડની લૂંટઃ ૪ મહિનામાં રાજ્યમાં ત્રીજી બેન્ક લૂંટની ઘટનાઃ ૫ જેટલા શખ્સોએ ગ્રાહકના ૪૪ હજોર પણ લૂંટી લીધા

પટણાઃ બિહારમાં દિન દહાડે ગણતરીની મિનિટોમાં HDFC બેન્કની શાખામાંથી એક કરોડ રૂપિયાથી વધુની લૂંટ થઇ ગઇ. નીતીશકુમારના રાજમાં બિહારમાં બેન્ક લૂટનો સિલસિલો યથાવત છે. પોલીસ લૂટારાની કડી મેળવવામાં નિષ્ફળ છે. કારણ કે છેલ્લા 4 મહિનામાં રાજ્યમાં ત્રીજી બેન્ક લૂટની ઘટના થઇ ગઇ અને પોલીસ કહે છે કે અમે આરોપીઓને પકડી પાડીશું.

પ્રાપ્ત વિગત મુજબ ગુરુવારની ઘટના બિહારના વૈશાલી જિલ્લામાં નોંધાઇ. અહીં એચડીએફસી બેન્કની હાજીપુરના જઢુઆની શાખામાં સવાર સવારમાં એક કરડો 19 લાખ રુપિયાની લૂંટ થઇ ગઇ. લૂંટારા બાઇક પર આવ્યા હતા. સવારે 10 વાગ્યે બેન્ક ખૂલ્યા બાદ બાઇક પર બુકાનીધારી સશસ્ત્ર લૂંટારા આશરે 11 વાગ્યે બેન્કમાં ઘૂસ્યા હતા. તેઓની સંખ્યા 5 હોવાનું કહેવાય છે.

લૂંટારા ગ્રાહકના 44 હજોર રૂપિયા પણ લૂટી ગયા

લૂંટારાઓ બેન્કમાં ઘૂસતાની સાથે જ શટર પાડી દીધું હતું. ત્યારે માત્ર એક ગ્રાહક હાજર હતો. તેને અને બેન્ક સ્ટાફને તેમણે હથિયારની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી શસ્ત્ર લહરેવતા ફરાર થઇ ગયા હતા. લૂંટારા ગ્રાહકના 44 હજોર રૂપિયા પણ લઇ ગયા.

ઘટના બાદ બેન્ક કર્મચારીઓએ પોલીસને જોણ કરી હતી. જેથી હાજીપુર સદરના એસડીપીઓ રાઘવ દયાલ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટાનાસ્થળે પહોંચી ગયા હતા અને તેઓ સીસીટીવી કેમેરા તપાસી રહ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. પોલીસે જિલ્લાની નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે.

બિહારમાં કોરોનાકાળમાં ક્રાઇમ રેટમાં થયો વધારો

કોરોના કાળમાં બિહારમાં ક્રાઇમ રેટ બહુ વધુ ગયો છે. ખાસ કરીને બેન્ક લૂંટની ઘટનાઓ બેફામ થઇ રહી છે. છેલ્લા ચાર મહિનામાં જ આ ત્રીજી બેન્ક લૂટ છે. અગાઉ 19 મેના રોજ રાજ્યના સમસ્તીપુર જિલ્લાના તાજપુર પોલીસ મથક હેઠળના એનએચ-28માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં લૂટ થઇ હતી. જેમાં 7 લૂંટારા બાઇક પર આવી 7.78 લાખ રૂપિયા લૂંટી ગયા હતા. ત્યારે પણ મોડસ ઓપરેન્ડી આ જ હતી. સવારે બેન્ક ખુલ્યાના 20-25 મિનિટમાં જ બાઇકર ગેંગના લૂટારા ત્રાટક્યા હતા. જેમણે પિસ્તોલની અણીએ બંને કેશિયરને ધમકાવી લૂટ કરી હતી.

ચાર મહિના પહેલા થોડા અંતરે એક્સિસ બેન્કમાં લૂટ

અગાઉ ચાર મહિના પહેલાં પણ હાજીપુરમાં જ બાઇક સવાર અડધા ડઝન લૂંટારાએ એક્સિસ બેન્કની મહનાર મુખ્ય માર્ગ પરની શાખામાં 43 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. નવાઇની વાત એ છે આજે એચડીએફસી જે બેન્કમાં લૂંટ થઇ, તેનાથી માત્ર ત્રણ કિલો મીટરના અંતરે એક્સિસ બેન્કમાં લૂની ઘટના ઘટી હતી. પોલીસ જેની કડી હજુ મેળવી રહી છે.

(5:15 pm IST)