Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મની લોન્ડરીંગ કેસમાં ૨ મહિનામાં ભારતના લગભગ ૫ લાખ લોકો સાથે ચીની કંપનીઓની છેતરપિંડીઃ ૧૫૦ કરોડની રકમ ૧૧૦થી વધારે નકલી કંપનીઓના નામે ‘ચાઉં’ કરી ગયા

દિલ્હી પોલીસે ચીની કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી મની લોન્ડ્રિંગ સ્કેમનો ખુલાસો કર્યો છે. આ બાબતે અત્યાર સુધી બે ચાર્ટડ એકાઉન્ટન્ટ, એક તિબ્બતી મહિલા અને 8 અન્ય લોકોની ધરપકડ થઈ છે. ભારતના લગભગ પાંચ લાખ લોકોને રોકાણના નામે ઠગવામાં આવ્યા અને તેમના પાસેથી સંવેદનશીલ પ્રકારનો ડેટા ચોરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ કમિશ્નર એનએન શ્રીવાસ્તવ અનુસાર બે મહિના દરમિયાન જ 150 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી લેવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે, અલગ-અલગ એકાઉન્ટ અને પેમેન્ટ ગેટવેમાં જમા કરવામાં આવેલા 11 કરોડ રૂપિયા બ્લોક કરવામાં આવ્યા છે. ગુરૂગ્રામમાં કામ કરનાર સીએ પાસેથી 97 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. આ સીએ દ્વારા ચીનીઓ માટે 110થી વધારે નકલી કંપનીઓ બનાવીને રાખી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર જે એપથી છેતરપિંડી થઈ છે તેમાં રોકાણ કરવા પર જોરદાર રિટર્ન ઓફર હતો. માત્ર 24-35 દિવસમાં રોકાણ બેગણુ કરવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. તેમના પાસે એવી સ્કીમો હતો જે કલાકો અથવા પ્રતિદિવસના હિસાબથી રિટર્ન આપતી હતી. તેમના પાસે 300 રૂપિયાથી લઈને લાખો રૂપિયાનો રોકાણ કરવાનો વિકલ્પ હતો. પોલીસનું કહેવું છે કે, પાવર બેંક પાછલા દિવસોમાં ગૂગલ પ્લે સ્ટોર પર ચોથા નંબર પર ટ્રેન્ડિંગ કરી રહ્યું હતું, આ તે છેતરપિંડી કરનારાઓની જ એપ હતી.

(5:20 pm IST)