Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

'માનવાધિકાર રક્ષકો’ ને જેલમાંથી બહાર કાઢો : વિશ્વના 50થી વધારે પ્રતિષ્ઠિત હસ્તિઓની મોદી સરકારને અપીલ

હસ્તીઓએ નિવેદનમાં કહ્યું - આ લોકોને રિહા ના કરવાથી દેશના નાગરિકોની રક્ષા કરવાના પોતાના બંધારણીય દાયિત્વનું ઉલ્લંઘન કરશે : ખુલ્લા પત્રમાં 1200 થી વધુ શિક્ષણવિદો અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ ટેકો

નવી દિલ્હી : દુનિયાભરના 50થી વધારે પ્રતિષ્ઠિત હસ્તિઓએ એક સંયુક્ત નિવેદન કરીને ભારત સરકાર તરફથી કસ્ટડીમાં લેવામાં આવેલા માનવાધિકાર કાર્યકર્તા અને રાજકીય કેદીઓને છોડવાની અપીલ કરી છે. નિવેદન પર હસ્તાક્ષર કરનારાઓમાં યૂરોપિયન દેશોના સંસદ સભ્ય, શિક્ષણવિદો, વકીલ, નોબેલ પ્રાઈઝ વિજેતા, સિવિલ સોસાઈટીના નેતા અને અનેક સંગઠન સામેલ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર દયા અને જવાબદારી બતાવતા વર્તમાન કોવિડ ઈમરજન્સીમાં માનવાધિકાર રક્ષકોને રિહા કરી દે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય જેલોમાં કોવિડ ફેલાવવાના કારણે આ લોકોના સ્વાસ્થ્ય ને ખતરો છે.

નિવેદનમાં કોવિડ પ્રભાવિત કેદીઓષ જેલામાં વધતી કેદીઓની સંખ્યા અને ખરાબ હેલ્થકેર પર ચિંતા વ્યક્ત કરી.

આ હસ્તિઓએ પોતાના નિવેદનમાં ભીમા-કોરેગાંવ કેસનો ઉલ્લેખ કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આમાં કસ્ટડીમાં લેવામાં આવેલા મોટાભાગના લોકો વરિષ્ઠ નાગરિક છે અને તેમને અનેક બિમારીઓ પણ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “બધા માનવાધિકાર રક્ષકો દ્વારા મજૂરો, લઘુમતીઓ, દલિતો અને આદિવાસીઓ માટે શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે લખવા, બોલવા અને કામ કરવાનો રેકોર્ડ છે.”

નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે, આ લોકોને રિહા ના કરવાથી દેશના નાગરિકોની રક્ષા કરવાના પોતાના બંધારણીય દાયિત્વનું ઉલ્લંઘન કરશે.

નિવેદન પર હસ્તાક્ષર કરનારાઓમાં યૂએન વર્કિંગ ગ્રુપ ઓન આરબિટરેરી ડિટેન્શનના પૂર્વ અધ્યક્ષ જોસ એન્ટોનિયો ગુએરા-બરમુડેઝ, કેન્ટરબરીના પૂર્વ આર્કબિશપ રોવન વિલિયમ્સ અને જર્મની, યૂકે, સ્પેન, આયલેન્ડ સહિત અનેક દેશો સંસદ સભ્ય અને વકીલ સામેલ છે.

નિવેદનની સાથે એક ખુલ્લો પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં 1200 થી વધુ શિક્ષણવિદો અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ ટેકો મળ્યો છે. આમાં ભારતમાં કેદ શૈક્ષણિક અને સિવિલ લિબર્ટી એક્ટિવિસ્ટોને રિહા કરવાની અપીલ કરવામાં આવી છે.

આ અપીલ ઈન્ટરનેશન સોલિડેરિટી ફોર એકેડમિક ફ્રિડમ ઈન ઈન્ડિયાની (InSAF India) એક પહેલ છે. અપીલમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન સ્થિતિમાં પ્રી-ટ્રાયલ કસ્ટડીમાંથી રિહા કરવા જ કેદીના જીવવાના અધિકારને સુરક્ષિત કરવાની એકમાત્ર રીત છે

(7:13 pm IST)