Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડાપ્રધાન મોદી 12-13 જૂને વર્ચ્યુઅલ રીતે G7 શિખર સંમેલનમાં જોડાશે : બ્રિટનના પીએમએ આપ્યું આમંત્રણ

ભારતનની સાથે બ્રિટને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકાને પણ G7 શીખર સંમેલનમાં આમંત્રિત કર્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદી 12 અને 13 જુને વર્ચ્યુઅલ રીતે G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે G7 અધ્યક્ષના નાતે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને મોદીને12 અને 13 જુનના આઉટરીચ સત્રમાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. ભારતનની ઉપરાંત બ્રિટને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકાને પણ G7 શીખર સંમેલનમાં આમંત્રિત કરાયા છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે સંમેલનમાં ભાગ લેવાના છે. તેઓ બ્રિટનમાં જવાના નથી. હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

G-7 શિખર સંમેલન 11 થી 13 જૂન સુધી ચાલશે, અમરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેન પોતાના પ્રથમ વિદેશપ્રવાસ પર બ્રિટન પહોંચ્યા છે, તેમનો આ પ્રવાસ અનેક અર્થોમાં ઘણોખાસ છે, G-7 માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન , બ્રિટન અને અમેરિકા સામેલ છે.

આ સંમેલનમાં મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવી, વ્યાપાર, જળવાયુ પરિવર્તન અને વિકાસશીલ દેશોમાં પાયાગત માળખાના પુનર્નિર્માણ જેવા કેટલાક ખાસ મુદ્દા પર વાતચીત થવાની શક્યતા છે

(11:07 pm IST)